જગદીશ ધનેશ્વર ભટ્ટ ~ નજર બિચારી રસ્તા વચ્ચે

🥀🥀

*વૃદ્ધની નજર*

નજર બિચારી રસ્તા વચ્ચે
સાવ એકલી, આજુબાજુ
ઊભી થાતી હારમાળમાં
કૈંક અદીઠાં રૂપ ધરીને,

છળતાં જાતાં નીર સમયનાં,
પડઘા ઊઠે પડઘા ભાગે.
એકલતાનું ભૂત આવરે.
અંધકારનું શૂન્ય સાંપડે.

કરાળ ગરજે ત્રાડ પવનની!
ગત સમયનાં ગાત્રો ગળતાં,
ગળતાં ગળતાં વરસો ગળતાં,
પાણી જેવી પળ પળ સરતી.

પાંપણમાંથી કાજળ ઝરતી.
કરાળ ગરજે ત્રાડ પવનની!
નજર બિચારી… સાવ એકલી…

~ જગદીશ ધનેશ્વર ભટ્ટ (2.5.1937 )

કાવ્યસંગ્રહ ‘લીલીછમ વેદના’ 1992

1 thought on “જગદીશ ધનેશ્વર ભટ્ટ ~ નજર બિચારી રસ્તા વચ્ચે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *