કેશુભાઈ દેસાઈ ~ આખરી સલામ શ્રી રજનીકુમાર પંડયાને

🥀 🥀    

રજનીભાઈ, તમે આમ પણ મળ્યા અને આજે આમ આખરી દર્શન !

હા, અદભૂત શબ્દશિલ્પી અને પ્રખર વાર્તાકાર, સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડયાએ ગઇકાલે તા. 15 માર્ચે રાત્રે 9.35 દેહ છોડ્યો.  

લતાબેન, તમે વાર્તા લખવા પર ફોક્સ કરો, તમારી એમાં સારી હથોટી છેમને સતત એવું કહેનાર મારા વડીલ મિત્ર, માર્ગદર્શક રજનીભાઈ ગયા…..

જન્મ સાથે જ સુયાણીની ભૂલથી જેનો હાથ ખડી ગયો અને ત્યારથી જેમના જીવનમાં કુદરતે વાવાઝોડા મોકલવામાં બાકી નથી રાખ્યું એવા રજનીકુમારે સાહિત્યમાં પોતાના લેખનથી વાવાઝોડાં સર્જ્યા….

શબ્દ જેમને વશ હતો અને કલ્પન જેમના ટેરવેથી ટપકતા હતા એવા રજનીભાઈએ હવે ઈશ્વરના દરબારમાં સાહિત્ય સર્જવાનું નક્કી કરી લીધું છે…..

ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સહ.

આજે સવારમાં શ્રી કેશુભાઈ દેસાઇએ એમને અંતિમ વિદાય આપતું કાવ્ય મોકલ્યું છે…. એ… સાદર પ્રસ્તુત છે…     

*આખરી સલામ Mar 16, 2025*

દોસ્ત આ જ છે આપણો અંજામ છેલ્લે
જિંદગી તો ચાર દિવસની ચાંદની વ્હાલા

કોણ જાણે કેમ પણ એની જ રહેશે ઝંખના
છો પછી એ હોય કેવળ લોહી ઉકાળા…

હવે મળશું ક્વચિત સ્વપ્નમાં કે યાદમાં
એ બધો ભૂતકાળ દેશે કંઈ કંઈ ઉછાળા

ઉંમર હતી અસબાબ સંકેલી જવાની
આંખ સામે તરવરે કાળાં કૂંડાળાં

તોય હજી બાકી રહી’તી એષણાઓ
ક્યાં હજી પકડી લીધી ‘તી રામમાળા?

~ કેશુભાઈ દેસાઈ, ગાંધીનગર

રજનીકુમાર પંડ્યાની વિદાયવેળાએ

7 thoughts on “કેશુભાઈ દેસાઈ ~ આખરી સલામ શ્રી રજનીકુમાર પંડયાને”

  1. ઉમેશ જોષી

    રજનીકુમાર પંડયાની દિવ્ય ચેતનાને વંદના…

  2. મુ. રજનીભાઈને મળવાનું બન્યું હતું. એમના પુસ્તકોનો પ્રસાદ આપતા ગયા છે. એમને શ્રદ્ધાસુમન.

  3. ૐ શાંતિ! પ્રભુ આદરણીય રજનીકુમાર પંડ્યા સાહેબના પવિત્ર આત્મા ને શાંતિ બક્ષે. વંદન!

  4. રિયાઝ લાંગડા

    ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના…🙏💐

  5. પ્રિય રજનીકુમાર ભાઈને હાર્દિક શ્રધ્ધાંજલિ ! ગુજરાતી સાહિત્યમાં બીજા રજનીકુમાર થવા મુશ્કેલ છે.એક વાર્તાકાર,એક લેખક અને એક ઉમદા માનવી તરીકે રજનીકુમારભાઈ એક અને અજોડ છે અને રહેશે.
    પ્રિય કેશુભાઈની શ્રેષ્ઠ કાવ્યાંજલિથી હ્રદય ભરાઈ આવ્યું.
    પ્રફુલ્લ પંડ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *