ન્હાનાલાલ દ. કવિ ~ આવો આવો વીરા રે

🥀🥀     

*અનંતદર્શન*

આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી!

ગિરિવરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ પાથર્યા જગતના પગથાર,
સાગરના સીમાડા રે, વનની ઝૂલતી વેલીઓ હો જી!
આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર…..  આવો આવો.

આભને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ નવલખ તારલિયાની માળ;
તેજ તેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી!
દીઠા મેં ત્યાં રૂમઝૂમતા દીનદયાળ….. આવો આવો.

અંતરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ ઊંડા ઊંડા વિશ્વનાં ઉર,
દિશ દિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ કિરણો આતમદેશમાં હો જી!
ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર….. આવો આવો.

~ ન્હાનાલાલ (16.3.1877 – 9.1.1946)   

3 thoughts on “ન્હાનાલાલ દ. કવિ ~ આવો આવો વીરા રે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *