શિવજી રુખડા ‘દર્દ’ ~ પહેલા વરસાદમાં

🥀 🥀

*વર્ષા ટાણું*

પહેલા વરસાદમાં ભીંજાયા ભાવથી રોમ રોમ વરસે અપાર ;
વ્હાલભરી વાછટના મોંઘેરા માર જોવા લોકોની લાગી કતાર. …

ટાણું પલળવાનું આવે છે ત્યારે હું ટાણાંને સાચવી જ લઉં છું ;
વાદળના ભારનો આભાર માનવા મોરલાને કાનમાં કહું છું;
ભીંજાણાં મન ભરી મોકળા મનથી ગાતા’તા મીઠો મલ્હાર. …

ઋતુના રાજવીના હોકારે હોકારે લોકોના હૈયા કોળાય;
આંગણની અમથી છાલકના હિલ્લોળે શેરી બજારો છલકાય;
પગ લગી પલળીને આખી ઢોળાઈ ગઈ ઓરતાના છલકે અંબાર….

સત્તર ચોમાસાએ ભીંજવી નો’તી એવી ભીંજાણી છું બાઈજી ;
પે’લા તો તરત જ સૂકાઈ જાતી’તી પણ હવે. મુંજાણી છું બાઈજી;
લથ બથ કાયાને જોનારી નથી :કહે છે નવાંની ધાર….

~ શિવજી રૂખડા

વરસાદમાં જ લથબથ થવાની વાત ક્યાં છે! અહીં તો પ્રેમમાં, વહાલમાંયે લથબથ થવાયું છે. ગીતમાં કહેવાનું એ જ તો છે. જુઓ આ બે પંક્તિ અને છલકાઈ જાવ. – ‘પગ લગી પલળીને આખી ઢોળાઈ ગઈ ઓરતાના છલકે અંબાર’ અને ‘પે’લા તો તરત જ સૂકાઈ જાતી’તી પણ હવે. મુંજાણી છું બાઈજી’

@@

14 thoughts on “શિવજી રુખડા ‘દર્દ’ ~ પહેલા વરસાદમાં”

  1. વાહ વાહ.. કવિશ્રી શિવજી રૂખડાની સરસ રચનાઓ માણવા મળી

  2. ખૂબ જ સરસ ચયન ગઝલોનું. “નખ બધા કાપ્યા પછી” રદિફ એટલો જામતો નથી પણ સ્વીકારી શકાય એવી‌ ભાવાભવ્યક્તિ થઈ છે.

  3. ઉમેશ જોષી

    કવિશ્રીની ચારેય રચના ખૂબ ખૂબ સરસ છે.

  4. દિનેશ ડોંગરે નાદાન

    શિવજીભાઈ ઘણા સમયથી ગઝલો લખે છે. એમનો પહેલો ગઝલસંગ્રહ હજી મારી પાસે છે. એમની ગઝલોમા ઊંડું ચિંતન જોવા મળે છે. પ્રસ્તુત ગઝલો એનું સચોટ પ્રમાણ છે. અભિનંદન શિવજીભાઈ અને લતાબેનને આવી સુંદર ગઝલો રજૂ કરવા માટે.

  5. વાહ વાહ! નખ કાપ્યા પછી… એ રદીફ લઈને ગઝલ રચી શકાય એ જ કવિશ્રીની વિશેષતા બતાવે છે. ખૂબ અભિનંદન ભાઈ 💐

  6. નખપણાંના કારણો કેવા નડયા’તા હર ક્ષણે
    આજ કેડી સાફ થઇ છે નખ બધાં કાપ્યાં પછી. …સાદા શબ્દોની અવનવી કવિતા. ચારેય રચનાઓ સરસ છે.
    સરયૂ પરીખ.

  7. હરીશ દાસાણી.મુંબઈ

    શિવજી રૂખડાની ગઝલો તથા ગીતોમાં તાજગી અને નવૉન્મેષનો મોહક સ્પર્શ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *