હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ ~ કઈ ભીંત

કઇ ભીંત ખખડાવું?

કઇ ભીંત ખખડાવું ?

જ્યાં આપણો ફેમિલી ફોટો છે તે

કે પછી

જ્યાં હું નાહ્તી વખતે ચાંદ્લો ચોંટાડતી’તી તે ?

એક દિવસ

એ ચાંદલો ત્યાં જ ચોંટી રહ્યો.

હવે ભીંત ખખડાવું

તો સ્મરણોની ઇંટો ધ્રુજે

માંડ-માંડ સાચવેલું અસ્તિત્વ

સિમેન્ટની જેમ ખરી પડે !

~ હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

નાનકડી વાતમાં કેટલી ઊંડી વેદના છુપાયેલી છે !

3 thoughts on “હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ ~ કઈ ભીંત”

  1. નારીની વેદનાને અકથ્ય વાચા મળી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *