મીનપિયાસી ~ કબૂતરોનું ઘુ ઘુ ઘુ * Minpiyasi
કબૂતરોનું ઘુ..ઘુ..ઘુ.. કોયલ કુંજે કુ..કુ..કુ.. ને ભમરો ગુંજે ગું..ગું..ગું ચકલા-ઉંદર ચું..ચું..ચું ને છછુન્દરોનું છું..છું..છું !કબૂતરો નું ઘુ..ઘુ..ઘુ.. ઘુવડ સમા ઘુઘવાટ કરતો, માનવ ઘૂરકે હું..હું..હું..હરી ભજે છે એક જ હોલો, પીડિતોનો પરભુ તું,કુન્જનમાં શી કક્કાવારી, હું કુદરત ને પુછુ છું, કબૂતરો નું ઘુ ઘુ...
પ્રતિભાવો