પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ ~ હોય સવારે એવો સાંજે * Pratapsinh Dabhi ‘Hakal’

ત્રાડ

હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો.
બોલે જે બસ એક અવાજે, એ માણસને શોધી કાઢો.

નથી ખબર કયાં ગામ જૂનાગઢ, ના નરસી’નું નામ સુણ્યું છે,
મનથી નાચે ઝાંઝ પખાજે, એ માણસને શોધી કાઢો.

સૂટબૂટ હો છોને પહેર્યા, પણ ભગવું છે ભીતર જેનું
જેમાં એક કબીર બિરાજે, એ માણસને શોધી કાઢો.

વાત અઢી અક્ષરની છે પણ, વેદ અને કુરાન સમાયા,
નિર્મળ મન પાંચે ય નમાજે, એ માણસને શોધી કાઢો.

સમય પડ્યે સઘળું છોડીને, સિંહ સમી જે ત્રાડ કરે છે,
અમથો અમથો જે ના ગાજે, એ માણસને શોધી કાઢો.

મેલો ઘેલો સાવ બળેલો ,તોયે નોખી ચમક આંખમાં,
આસપાસના જીવતર માંજે, એ માણસને શોધી કાઢો.

વીસ વરસથી ફાટ્યું સ્વેટર, હર શિયાળે પહેરી ફરતો,
બાળકના જાકિટના કાજે, એ માણસને શોધી કાઢો.

~ પ્રતાપસિંહ ડાભી હાકલ

કવિએ ભલે ગઝલનું શિર્ષક આપ્યું ત્રાડ પણ એમાં સંવેદના સાભાર સાદ છે. એકએક શેર એની સાહેદી પૂરશે. છેલ્લો શેર છેક અંદર ઊંડે સુધી ઊતરી જાય છે.  

4 Responses

  1. શ્વેતા તલાટી says:

    Vaaaah…

  2. ઉમેશ જોષી says:

    વાહ.. માણસને શોધી કાઢો..
    ખૂબ સરસ ગઝલ..

  3. વાહ, મત્લા! મારી ખૂબ ગમતી કવિની ગઝલ.

  4. ખુબ સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: