Tagged: Yogesh Joshi

યોગેશ જોષી ~ યાત્રા Yogesh Joshi

મન થયું,નિરુદ્દેશેલાવ,ફરી આવું થોડું –પહાડો – નદીઓ – સૂર્ય – ચંદ્ર – તારાગ્રહો – ઉપગ્રહો – નક્ષત્રો સુધી… મારાં ટેરવાંફરતાં રહ્યાંતારી હથેળીમાં… ~ યોગેશ જોષી ટેરવાંથી બ્રહ્માણ્ડભ્રમણ થઈ શકે…. જુઓ આ કાવ્ય ! 

યોગેશ જોષી ~ સૂરજ * Yogesh Joshi

તડકાનો ટુકડો સૂરજઆથમી ગયો –સમેટી લઈતડકોઅને બધુંય અજવાળું… સવારેબારીમાંથી આવેલાતડકાનો ટુકડોરહી ગયોમારી રૂમમાં… બસ,હવે એ ઓઢીનેહું સૂઈ જઈશ… ~ યોગેશ જોષી

યોગેશ જોષી ~ એક વડ નીચે * Yogesh Joshi

એક વડ નીચે ~ યોગેશ જોષીએક વડ નીચેછાંયડાના ગાલીચા પર સૂતો હતો,ત્યારેકોઈ મધમાખી આવીનેડંખી ગઈ મારી તર્જનીને. શું આટઆટલાં વર્ષો પછીયેમારી આંગળીઓમાંમ્હેંકતો હશે તારો સ્પર્શ ? ~ યોગેશ જોષી અચાનક કોઈ પતંગિયુ આવીને હથેળીમાં બેસી જાય અને જેવો રોમાંચ થાય એવો રોમાંચ આ...

યોગેશ યોગેશ જોષી ~ સાત સીમાઓ * Yogesh Joshi * Lata Hirani * લતા હિરાણી

સાત સીમાઓ તોડી મેં તો ઓછી ઉંમરમાંસૂરજ સામે દોડી હું તો ઓછી ઉંમરમાં અજવાળું અજવાળું મારી ઓછી ઉંમરમાંવીજળીને પંપાળું મારી ઓછી ઉંમરમાં રોમ રોમ ટમક્યા તારા ઓછી ઉંમરમાંછાતી ફાડી નીકળ્યા દરિયા ઓછી ઉંમરમાં કાચાં ખડકો ખેડયાં મેં તો ઓછી ઉંમરમાંઅંધારા...

યોગેશ જોષી ~ આંબાને * રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * Yogesh Joshi * Rajesh Vyas Miskeen

આંબાને પહેલવહેલકા મરવા ફૂટે તેમ મને સ્તનની કળીઓ ફૂટી ત્યારે મેં ડ્રોઇંગ-બુકમાં ચિત્ર દોરેલું નાની નાની ઘાટીલી બે ટેકરી અને વચ્ચે ઊગતો નારંગી સૂર્ય mastectomy ના ઓપરેશન પછી હવે એક જ ટેકરી એકલી અટૂલી શોધ્યા કરું છું, શોધ્યા જ કરું...