Tagged: Ramesh Parekh

રમેશ પારેખ ~ ગોરમાને Ramesh Parekh

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલકમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલસૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે...

રમેશ પારેખ ~ વૃક્ષો જોયાનો Ramesh Parekh

વૃક્ષો જોયાનો થાય ~ રમેશ પારેખ વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમએવો માર્યો આ ડંખ કઈ સાપણે કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?દ્રશ્યો જોવાનો ભાર લાગે કે...

રમેશ પારેખ Ramesh Parekh

ગિરિધર ગુનો અમારો માફ ~ રમેશ પારેખ ગિરિધર ગુનો અમારો માફ તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ ગિરધર ગુનો અમારો માફ મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું...

રમેશ પારેખ ~ તારો વૈભવ Ramesh Parekh

તારો વૈભવ રંગમોલ ~ રમેશ પારેખ તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડુંમારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસેમારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારીખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી જેવો...

રમેશ પારેખ ~ જોયું ને ઊઠ્યો  Ramesh Parekh

જોયું ને ઊઠ્યો ~ રમેશ પારેખ જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠોમારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાંવળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો તરસમાં બધા હાથ રઘવાતા...

રમેશ પારેખ ~ ઓણુકા વરસાદમાં Ramesh Parekh

ઓણુકા વરસાદમાં ~ રમેશ પારેખ ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,એક અમે પોતે ને બીજો તારો વટ ! નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ. વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ....

રમેશ પારેખ ~ સાંવરિયો Ramesh Parekh

સાંવરિયો રે ~ રમેશ પારેખ સાંવરિયો રે મારો સાંવરિયોહું તો ખોબો માગું ને દઈ દે દરિયો ! મને પૂછો કે ઘર મારું કેવડુંમારા વાલમજી બાથ ભરે એવડું કોઈ હીરા જુવે તો કોઈ મોતીમારી આંખો તો છેલજીને જોતીજોતી રે રંગ કેસરિયો રે રંગ...

રમેશ પારેખ ~ પાંદડું કેવી રીતે Ramesh Parekh

પાંદડું કેવી રીતે ~ રમેશ પારેખ   પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ? શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ? શાહીમાંથી આમ કાં...

રમેશ પારેખ ~ અજવાળાંનો તહેવાર Ramesh Parekh

આંગણ આવ્યો અજવાળાંનો અલબેલો તહેવાર વાળી-ઝૂડી અંધકારને ફેંકો ઘરની બહાર ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો અણબનાવની જૂની-જર્જ૨ખાતાવહીઓ ફાડો નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો ભોળાં-ભોળાં સગપણની...

રમેશ પારેખ ~ પ્રાણજીવન હરજીવન મોદી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Ramesh Parekh * Pradip Khandawalla

પ્રાણજીવન હરજીવન મોદી પ્રાણજીવન હરજીવન મોદી હાજર છે ? હાજર છે, નામદાર, સપનામાં ચોર્યુ’તું તે આ ગાજર છે ? – ગાજર છે, નામદાર. આરોપીને આ બાબત કૈં કહેવું છે ? – કહેવું છે, નામદાર, રજા મળે તો ગાજર સૂંઘી લેવું...

રમેશ પારેખ ~ કાગડો મરી ગયો * અનુ. પ્રદીપ ખાંડવાળા Ramesh Parekh Pradip Khandawalla

કાગડો મરી ગયો સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયોખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહેજમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી...

રમેશ પારેખ : આપણી જુદાઈમાં Ramesh Parekh

આપણી જુદાઈમાં પણ એટલું સારું થયું કે નિસાસાઓથી ઘરનું આંગણું ચોખ્ખું થયું. તું ઘણાં ખાબોચિયાં ખભે લઈ ચાલ્યો, રમેશ તોય હોનારતપણું નદીઓનું ના ઓછું થયું. ઘા પડે, વકરે અને છેવટમાં થાતો ગૂમડું આપણી આંખોને સાલું, એ રીતે સપનું થયું. આપણી...