Tagged: Makrand Dave

મકરંદ દવે ~ ભજન કરે  Makarand Dave

ભજન કરે તે જીતે ~ મકરંદ દવે ભજન કરે તે જીતેવજન કરે તે હારે રે મનવા! તુલસી-દલથી તોલ કરો તો બને પવન-પરપોટો,અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો :આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે!રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે...

મકરંદ દવે ~ અનાદિ મથામણ Makarand Dave

અનાદિ મથામણ છે ~ મકરંદ દવે અનાદિ મથામણ છે મારી ગઝલમાં,નશીલું નિવારણ છે મારી ગઝલમાં. અનામીની થાપણ છે મારી ગઝલમાં,અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં. ઉઘાડા ગગનનો શિરે આશરો છે,ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં. નથી જેની માસૂમ નજર નંદવાણી,કુંવારું એ કામણ...

મકરંદ દવે ~ અમે ગાતાં ગાતાં Makarand Dave

અમે ગાતાં ગાતાં જાશું ~ મકરંદ દવે   અમે ગાતાં ગાતાં જાશું આ નગરીની શેરી ને ગલીએ ચોક મહીં કે  ખૂણે મળીએ એક સનાતન સુંદર કેરા સૌ ઉદ્દગાતા થાશું ! અમે ગાતાં ગાતાં જાશું     અમે હૈયે, હેતે છાશું આ જીવનમાં જે...

મકરંદ દવે ~ ખેલત વસંત Makarand Dave

ખેલત વસંત આનંદકંદ ~ મકરંદ દવે   સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ પટપીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જ્યમ ઇન્દ્રચાપ પિચકારી કેસૂ જલ રેલછેલ, તરબોળ ગોપગોપી છકેલ નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુમકુમ ગુલાલ બાજે મૃદંગ ડફ...

મકરંદ દવે ~ શું રે થયું છે ? Makarand Dave

શું રે થયું છે ~ મકરંદ દવે શું રે થયું છે મને, હું રે શું જાણું?મને વ્હાલું લાગે છે તારું મુખ;જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,ભવભવની હાય, બળી ભૂખ. ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,ક્યાં રે ઢળી...

મકરંદ દવે ~ કોણે કીધું Makarand Dave

કોણે કીધું ~ મકરંદ દવે કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ? ઉપરવાળી બેંક...