Tagged: આદિલ મન્સૂરી

આદિલ મન્સૂરી ~ નદીની રેતમાં * Aadil Mansuri 

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે....

આદિલ મન્સૂરી ~ જ્યારે પ્રણયની Aadil Mansuri

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના...