Tagged: અમૃત ઘાયલ

અમૃત ઘાયલ ~ શાયર છું Amrut Ghayal

જેવો તેવોય એક શાયર છું,દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. શબ્દ છું, ક્ષર નથી, હું અક્ષર છું,યાને હું નિત્ય છું, નિરંતર છું. હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું,...

અમૃત ઘાયલ ~ રાખી છે Amrut Ghayal

જિગર તરબોળ રાખ્યું છે,નજર ઘેઘૂર રાખી છેજવાનીને મહોબ્બતનાં નશામાં ચૂર રાખી છે. કે રાખી છે અમે આબાદ બદસ્તૂર રાખી છેમહોબ્બતને અદાવતથી હંમેશા દૂર રાખી છે. હતી મુખ્તાર તોયે ને મને મજબૂર રાખી છેસમયની પણ ઘણીયે માંગણી મંજૂર રાખી છે, ઘણીયે...

અમૃત ઘાયલ ~ નથી મળતા Amrut Ghayal

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતાસિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા. નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતાકે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા. મળે છે વર્ષો પછી એકદમ નથી મળતામલમ તો શું કે સહેજે જખમ નથી મળતા. વિચારું...

અમૃત ઘાયલ ~ લાડ કરે છે Amrut Ghayal

ચાહ કરે છે, લાડ કરે છેપ્રેમ નહીં, એ પાડ કરે છે. જો ચાહે તો ભીની નજરોભીંતોમાં તિરાડ કરે છે. કેદ થકીયે વ્યગ્ર વધારેઅમને બંધ કમાડ કરે છે. કુદરત પણ કાંટાની કાયમફૂલો ફરતી વાડ કરે છે. જીવ કરે છે થોડી વાતોથોડી...

અમૃત ઘાયલ ~ ઊભો છું Amrut Ghayal

કંઈ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છુંલાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું આ તારી ગલીથી ઊઠી જવું, સાચે જ નથી મુશ્કિલ કિન્તુતું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઊભો છું સમજાતું નથી કંઇ...

અમૃત ઘાયલ ~ મોસમ સરસ છે Amrut Ghayal

મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી ! વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી. મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,ખૂબ જ નિકટ છે, દૂર બહુ...

અમૃત ઘાયલ ~ હૃદય તૂટી ગયું છે Amrut Ghayal

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય–ધબકાર બાકી છે,ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે. તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય–વીણા,તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,હજુ તો લોહીમાં...

અમૃત ઘાયલ ~ ઇન્સાન નીકળ્યા Amrut Ghayal

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યા,જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા. તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં ! એ રંગ જેને જીવ સમા જાળવ્યા...

અમૃત ઘાયલ ~ સમય જાતાં Amrut Ghayal

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે. યુવાનીમાં વિપંથે વૃત્તિઓ દોરાઈ જાયે છે,વિચારે લાખ કોઈ તોય ઠોકર ખાઈ જાયે છે. હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,અને ના બોલવાનું પણ કદી બોલાઈ...