Tagged: રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત ~ ચૂલે ચડ્યા

ચૂલે ચડ્યા રોટલા મઘમઘ આખુંય ઘર, ઘી માખણની સોડમે સઘળું કૈં તરબતર. બઠ્ઠા પાડે બાજરો રગમાં ચડતું જોમ, લીલા લીલા કેફથી ફરકે રોમેરોમ. દહીં ભરેલું છાલિયું મીઠું મરચું હોય, જીરુંનો છણકો જરી ના પાડે ના કોઈ. પીવાનાં સુખ છાશનાં પીવો...

केदारनाथसिंह ~ आना * અનુ. રમણીક અગ્રાવત

आना : केदारनाथ सिंह  आना जब समय मिले जब समय न मिले तब भी आना आना जैसे हाथों में आता है जाँगर जैसे धमनियों में आता है रक्त जैसे चूल्हों में धीरे-धीरे आती है आँच आना आना जैसे बारिश के...

લતા હિરાણી ~ ચટ્ટાનો * રમણીક અગ્રાવત

ચટ્ટાનો ખુશ છે  ખુશ છે પાણા પથ્થર  વધી રહી છે એની વસ્તી  ગામ, શહેર, નગર… પેલી પર્વતશિલા હતી કેવી  જંગલ આડે સંતાયેલી  હવે આખ્ખે આખ્ખો પર્વત  નાગોપૂગો બિચારો  ફાટી આંખે જોઇ રહ્યો  ને રોઈ રહ્યો  કોઈ નથી એનું તારણ  હારી...

રાજેશ વ્યાસ ~ મળે * રમણીક અગ્રાવત

મળે ~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સર્વ દીવાની નીચેથી માત્ર અંધારાં મળે, કોઈ પણ હો આંખ આંસુ તો ફક્ત ખારાં મળે. ક્યાં રહે છે કોઈ એનાથી ફરક પડતો નથી, આ ધરા પર જીવનારા સર્વ વણજારા મળે. સાવ નિર્મોહી બની ના જાય...

રઘુવીર ચૌધરી ~ નીલ ગગન * રમણીક અગ્રાવત

વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી નીલ ગગન પર્વત નીંદરમાં ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં. યુગયુગથી જે બંધ અવાચક કર્ણમૂલ ઉઘાડ્યાં શંકરના, જટાજૂટથી મુક્ત જાહ્નવી રમે તરવરે સચરાચરમાં ધરી સૂર્યનું તિલક પાર્વતી સજે પુષ્પ કાનનમાં….. શિલા શિલાનાં રન્ધ્ર સુવાસિત, ધરા શ્વસે...

રમણીક અગ્રાવત ~ પિયરને * મહેન્દ્ર જોશી

પિયરને પાણીશેરડે ભુલાઈ ગયેલાં પગલાં રંગોળી પૂરતાં આડે હાથે મૂકાઈ ગયેલા ઓરતા સંજવારી કાઢતાં કાઢતાં ક્યાં વાળી મૂકેલી સાંજો ફળિયું લીંપતાં ગોરમટી માટીમાં આળખેલાં સપનાં ડેલીમાં ડાબે હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવું : ગાઈ દેશે બધું રાવણહથ્થો પતંગ ઊડાડતાં...