મનહર મોદી ~ ઝળહળ ઝળહળ
* ઝળહળ ઝળહળ અંધારું છે, હું એનો ને એ મારું છે *
www.kavyavishva.com
મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે?બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે? પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે? નથી પાદર, નથી ગોચર, નથી વગડો,ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે? નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,ભરોસો...
ધારો કે હું ધારું છુંહું લીલું લલકારું છું મારો સૂરજ સાદો છેએને હું શણગારું છું હોડીમાં હું બેઠો છુંદરિયાને હંકારું છું ફાગણમાં ફૂટ્યું ફૂલડુંચૈતરમાં વિસ્તારું છું ભડકાજી, આવો ઘરમાંહું સૌને સત્કારું છું ~ મનહર મોદી
તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળેઆકાશ હોય આંખમાં ને ચાલવા મળે તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણેમારી સમીપ એમ મને આવવા મળે ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાંસાચે કશું ન હોય છતાં આવ-જા મળે ટુકડો સુંવાળું સુખ મને ના કામનું...
તારો ચહેરો કરે છે વાત પછી ખબર પડી,વાતાવરણની જેમ તું જ્યારે મૂંગી બની સરખામણીની રીત સફળ શી રીતે થશે?લાગે છે આપનાથી જુદી છાયા આપણી. ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથજ્યારે ન હોય મારી કને મારી હાજરી મારો વિકાસ મારાથી...
* તેજને તાગવા જાગ ને જાદવા ~ સ્થૂળથી સૂક્ષ્મની જાતરા *
www.kavyavishva.com
એમની આંખમાં મઢેલું છેએક સપનું મને જડેલું છે. આમ દેખાય છે સાવ સીધું મનછેક ઊંડે જુઓ, વળેલું છે. બંધ આંખોમાં બે સૂરજ જેવુંએક આખું જગત ભરેલું છે. થરથરે છે બિચારું સુખ એનુંજોઈને મારું મન ડરેલું છે. દોડશે હું ને મારો...
એ જ છે મારા પરિચયની કથાગાલગા ગાગાલગા ગાગાલગા જિંદગી છે દાખલો વ્યવહારનોપ્રેમ પર આડા ઊભા લીટા થયા મૂક થઈ ઊભા રહી જોયા કર્યુંમૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા એમણે મુજ સ્થાન સમજાવી દીધુંઆંગળીથી નખ કરીને વેગળા એમની આંખોથી ઘર ખાલી કરુંકોઈ દર્શાવો...
ખૂબ પીડે છે દર્દ ઉપરથી,કોતરે છે પછી અંદરથી. બારણું ઊઘડે છે અંદરથી,કોણ ઊતરી રહ્યું છે ઉપરથી? હું ગયો છું અહીંથી ઉપરથી,ને પણેથી ગયો છું અંદરથી. જાય છે કોણ કોણ અંદરથી?આંખ ઊઘડે તો જોઈ ઉપરથી. હું થયો ખૂબ લાંબો ઉપરથી,ને પછી...
ગયાં વર્ષો હવે આવ્યાં – અને આઘાત ચાલે છે,સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે. ઘણી વેળા મને થઈ જાય કે મારા ઉપર પડશે,અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે! બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે. હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા,કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે. સમયનું નામ મુઠ્ઠી હોય તો એ ખોલવી પડશે,-અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે. ~ મનહર મોદી
અડધો ઊંઘે અડધો જાગે ~ મનહર મોદી અડધો ઊંઘે અડધો જાગે;એ માણસ મારામાં લાગે. એક જ વિચારો કાયમ આવે,એકાદોયે કાંટો વાગે. આ પડછાયો તે પડછાયો,અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે! બાર બગાસાં મારી મૂડી,ગણું નહીં તો કેવું લાગે? આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,માણસ માણસ...
અવાજો તો બધેથી આવવાના ~ મનહર મોદી અવાજો તો બધેથી આવવાનાહશે રસ્તા તો લોકો ચાલવાના હૃદયનું હોય તો સમજાય, આ તોસૂકી રેતીમાં દરિયા દાટવાના ઘણા વર્ષોથી હુંયે કામમાં છુંબધા પડછાયા ઢગલે ઢાળવાના ગણતરીના દિવસ બાકી બચ્યા છેહવે વરસાદમાં શું વાવવાના ? મુસાફર હોઈએ એથી રૂડું...
આ આંખોનો દરિયો ~ મનહર મોદી આ આંખોનો દરિયો ઉલેચું છું હું ને સુખદુખના સળિયાઓ ઠેકું છું હું છે મીઠો ને ખારો અનુભવ નવો આ બાબતને એવી જ લેખું છું હું. છે આકાશ ઊંચે તો ઊડ્યા કરું છું પંખી ને કલરવમાં પેસું...
આંખમાં આવવા ~ મનહર મોદી આંખમાં આવવા નથી આવ્યો,સાવ દરિયો થવા નથી આવ્યો. ડાળખી ડોલવું નથી ભૂલી,એમ દેખાડવા નથી આવ્યો. હોય ચોખ્ખો તો મારે જોવો છે,કાચને કાપવા નથી આવ્યો. પાંપણે પટપટું તો પૂરતું છે,છેક ઊંડે જવા નથી આવ્યો. જાતને ખોલવા ઊભો છું હું,બારણું...
પ્રતિભાવો