ધીરુ પરીખ ~ એક હસ્તને * Dhiru Parikh

એક હસ્તને એવું ચેન, કાગળ દેખી પકડે પેન;
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી;
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે.
અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચડતું ઘેન.
~ ધીરુ પરીખ
કવિ શ્રી ધીરુ પરીખે આવા વ્યંગ્ય કાવ્યો પણ આપ્યાં હતાં. અખાના છપ્પાનું આ આધુનિક સ્વરૂપ બની બેઠેલા લેખકો માટે છે.
આજે કવિની પૂણ્યસ્મૃતિએ વંદના.
ખુબ સરસ વ્યંગ કાવ્ય અખા ની યાદ અપાવી
આવું વાંચતાં અખા ની યાદ આવે જ.