દાન વાઘેલા ~ માનવતાની હોળી Dan Vaghela

માનવતાની હોળી થઈ ગઈ;
ભૂખ ભટકતી ઝોળી થઈ ગઈ!

ક્યાંક ખુવારી, ખુદ્દારીથી –
પગદંડી સૌ પ્હોળી થઈ ગઈ!

ધોમ ધખેલા રસ્તા ઉપર –
આંખો લાલહિંગોળી થઈ ગઈ!

લાખ્ખો કરોડ વચન સુણ્યાં તો –
કેરી પણ લીંબોળી થઈ ગઈ!

ઈશ્વર – અલ્લા, ગલ્લા – તલ્લા;
સત્તા પણ નઘરોળી થઈ ગઈ!

‘દાન’ ભરોસો પંડ ઉપર પણ –
ચિંતા વડવાગોળી થઈ ગઈ!

~ દાન વાઘેલા

સૌજન્ય : સાહિત્યસેતુ જર્નલ

OP 19.12.2020

2 Responses

  1. દિલીપ જોશી says:

    વાહ વાહ! દાનભાઈ…સરસ ગઝલ માટે ધન્યવાદ.તમે ટુંકી બહેરમાં મોટી વાત કરી છે.તમારો આક્રોશ સમયના સંદર્ભમાં પ્રત્યેક શેરમાં પામી શકાય છે.

  2. વહીદા ડ્રાઈવર says:

    વાહહહ

    સુંદર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: