ધ્રુવ ભટ્ટ ~ દરિયાની છાતી પર * Dhruv Bhatt

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યા નામ છીએ આપણે

હોવું તો વાદળિયાં શ્વાસ જેવી વાત જેની ધરતીને સાંપડી સુગંધ
આપણેતો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમદરમાં હોય એવો આપણો મુકામ છીએ આપણે

પાંખમાં ભરીને ચાલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાના હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
~ ધ્રુવ ભટ્ટ

આજે પ્રિય ધ્રુવભાઈનો જન્મદિવસ. આ મસ્ત મૌલા કવિને સ્નેહવંદન

સ્વર :ડો. કેદાર ઉપાધ્યાય
સ્વરાંકન : કેદાર અને ભાર્ગવ

સૌજન્ય: નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

7 Responses

 1. Minal Oza says:

  ધ્રુવભાઈને વંદન. કેદારભાઈનો કંઠ ને ભાર્ગવભાઈનું સ્વરાંકન કવિતાના ભાવને અનુરૂપ બન્યાં છે. અભિનંદન..

 2. હરીશ દાસાણી.મુંબઈ says:

  ધ્રુવભાઇને અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ. તેમના ગીતો પ્રકૃતિ સાથે સહજ અનુસંધાન કરી આત્માનુભૂતિનો આનંદ આપે છે

 3. Kirtichandra Shah says:

  From the 1st akshar to the Last this is not only a poem a geet anter nu સંગીત but also ama છે સાહિત્યકાર ની ઝલક

 4. ઉમેશ જોષી says:

  વાહ…સરસ ગીત..
  કવિ શ્રી ને અભિનંદન.

 5. 'સાજ' મેવાડા says:

  વાહ, ખૂબ જ સરસ ભાવન ગીત, વંદન કવિ શ્રી ધ્રુવ ભટ્ટને.

 6. પ્રફુલ્લ પંડ્યા says:

  કવિશ્રી ધ્રુવ ભટ્ટનું સુંદર ગીત ! કવિશ્રીને હાર્દિક અભિનંદન ! ” કાવ્ય વિશ્વ” ની અફલાતુન પેશકશ!

 7. Kavyavishva says:

  પ્રતિભાવકો અને મુલાકાતીઓ, સૌનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: