લતા હિરાણી ~ પંખીઓ ઊડી રહ્યા

પંખીઓ ઊડી રહ્યા છે મોજમાં આકાશમાં
ના છે કાચ પાયેલી દોરીના આજે પાશમાં.

શ્વાન જાણે સિંહ છે, રસ્તાના એ રાજા થયા
મસ્તીથી ભસતા હવે, ના વાહનો વસ્તી રહ્યા.

ફુલને રહેવા મળ્યું છે ડાળ સંગે જ્યારથી
ઝાડ- છોડે કેટલાયે ગીત ગાયા પ્યારથી.

કાર ને વાહન બધાયે આંગણે અટકી ગયા
ને હવાએ શ્વાસ લીધા સાફ, વરસે કેટલા !

હાશ લઈ પ્રકૃતિના તત્ત્વો બધા કે’ છે હવે
સુધરો માનવ, બહુ ચગ્યા છો, ચેતો ઝટ હવે.

~ લતા હિરાણી

OP 15.12.2020

3 Responses

  1. રેખાબેન ભટ્ટ says:

    લતાબેન,🙏🌹🌹🌹મોજમાં રેવું ભઈ 💐સરળ અને મસ્ત અને સાચું… એટલું જ કરીએ તોયે સાચું

  2. ખૂબ જ સરસ કાવ્ય રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: