કેશુભાઈ દેસાઈ ~ ઝીણો ઝીણો જરીક અમથો

મંદાક્રાન્તા

ઝીણો ઝીણો જરીક અમથો તાવ ને બે ઠહાકા,

થોડું થોડું વળી નીગળતું નાક બે ચાર દા’ડા;

રાતે એણે નીરવ પગલે પીંજરામાં પ્રવેશી

નાકાબંધી શ્વસનરૂટની શી કરી કે સવારે

ધારેલું એ તુરત પકડાયું પછી તો પગેરું…

ને ત્યાંથી આ શરૂ થઈ ગઈ કાણ મોંકાણ ભારે!

લોકે કીધું ઝટપટ તમે ખાટલો મેળવી દો,

મોડું થાતાં દુઃખ વકરશે,ચેપ લાગે બધાને..

સાજા થૈને પરત ફરજો, રાખજો ધાક ના કો’

પ્હોંચી સીધો તરત કરજો ફોન રાજીખુશીનો.

રાખીશું કૈં વ્રત,જપ કરીશું મહામૃત્યુમાળા:

કેવાં મીઠાં મધુર નખરાં સાંભળીને સિધાવ્યા!

જાતા બંધુ,રથ પર ચઢી કો’ અજાણ્યા મુકામે,

પાછા ક્યારે વળશુ નહિ વા-ખાતરી હાલ ક્યાં છે? 

~ ડૉ.કેશુભાઈ દેસાઈ,૧:૧૨:૨૦૨૦

OP 3.12.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: