લતા હિરાણી ~ શાંત સઘળું * Lata Hirani

શાંત સઘળું સ્થિર સઘળું, વિસ્તર્યું આ સુન્ન જો
પીડ છે પણ ચીસ ચૂપ છે, પાર આવ્યો પૂણ્યનો ?

આવ-જાના દ્વાર પર વાસ્યા છે તાળાં બીકમાં
ને પુરાયા પગ મહીં, રસ્તાય સઘળા રીસમાં.

શૂન્યતા મેળા ભરીને સુમસામે ફાલતી
કોણ જાણે કેટલું આયુષ્ય એનું ! ડારતી.

કો’ક દિ’ ઝંખ્યા સહુ, દે શાંતિ હે ઈશ્વર મને !
આમ શાંતિ ? ના, વિભુ તું દે ફરી રઘવાટ એ !

દાવ પર છે જિંદગી, ક્યાં હાથ આવે છે દવા ?
‘લોક’માં રૈ’ને જ લોકો, જાનની માંગે દુઆ !

~ લતા હિરાણી 

OP 2.12.2020

‘સાહિત્ય સેતુ’ ઇજર્નલ અને ‘રાષ્ટ્રીય કળા કેન્દ્ર’ સંપાદિત આમંત્રિત કવિઓ વિભાગમાં સમાવિષ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: