રમેશ પારેખ ~ ઉડ્ડયન Ramesh Parekh
જેને ઊડવું હો વીંઝીને પાંખો
હો આભ તેને ઓછાં પડે
થાય ધખધખતો તડકોય ઝાંખો
હવાઓ એને ક્યાંથી નડે?
નથી આંકેલા નકશા પર ચાલવાની વાત
ના થકાવટના ભયથી સંકેલવાની જાત
ઝીલે તેજ તણાં નોતરાંને આંખો
તો જીવને ના સાંકડ્યું પડે!
નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળે
ઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળે
ભાર હોવાનો ખંખેરી નાખો
તો અનહદની ઓસરી જડે!’
~ રમેશ પારેખ
અનહદ અને અનલ હકના પ્રદેશમાં મુકત ઉડાનનું મસ્ત ગીતઝ
ખુબ સરસ મજાનું ગીત ખુબ ખુબ અભિનંદન