રમેશ પારેખ ~ પંખી Ramesh Parekh

પંખી ક્યાં ગાય છે?
ના રે, ના! પંખી ક્યાં ગાય છે?
પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!
આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડ
આ બાજુ પંખીઓ બેસતાં એ ઝાડવાંની એક એક ડાળી બ્રહ્માંડ
ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?
આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે
તાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ છૂટ્ટાં મૂકી દે છે પાન
એમ ચાલ, વેગળું મૂકી દઇએ આપણેય મુઠ્ઠીમાં સાચવેલ ભાન
ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?
અહીંયા તો કંઠ એવું કોડિયું કે કોઈ એમાં નવું ગીત પેટાવી જાય છે…

~ રમેશ પારેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: