કિસન સોસા ‘અનામય’ ~ અહીંથી જવાય

એવા  વળાંક પર હવે  ઊભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ

અહીંથી  હું શ્વેત   શ્વેત  કંઈ  સ્વપ્ને  લચી શકું
અહીંથી  હું  અંધકારની    ખીણે    ખરી    શકું
અહીંથી  હું  ભવ તરી  શકું – અહીંથી ડૂબી શકું
અહીંથી જવાય  ક્ષણ તરફ, અહીંથી સદી તરફ
અહીંથી  જવાય રણ તરફ, અહીંથી  નદી  તરફ

અહીંથી  ઉમંગ  ઊડતા  અવસરમાં   જઈ વસું
કે  કાળમીંઢ  વેદનાના    દરમાં     જઈ    વસું
અહીંથી  હું  કબ્રમાં  કે   પછી  ઘરમાં  જઈ વસું
અહીંથી જવાય હમણાં-તરફ, અહીંથી કદી-તરફ
અહીંથી   જવાય રણ તરફ,  અહીંથી નદી તરફ …

~ કિસન સોસા ‘અનામય’

કવિની ખૂબ જાણીતી લોકપ્રિય રચના

સુરતના આ કવિના કાવ્યસંગ્રહો – ‘સહરા’, ‘અવનિતનયા’  

જન્મદિવસે સ્મૃતિવંદના   

6 Responses

  1. કુમાર જૈમિનિ શાસ્ત્રી says:

    મને સવિશેષ ગમતી આ કવિની એક સર્વોત્તમ રચના. કવિની પરિણત પ્રજ્ઞાની ફલશ્રુતિ. અભિનંદન કવિ અને ચયનકાર બન્નેને.

  2. જન્મદિવસ ની વધાઈ ખુબ સરસ મજાની રચના ખુબ ગમી અભિનંદન

  3. ની ખૂબ જાણીતી લોકપ્રિય રચના

  4. Minal Oza says:

    ‘અહીથી’ ઉપડતી ગઝલની પ્રત્યેક પંક્તિ સહજ આવતા અંત્યાનુપ્રાસથી વિરામ પામે છે.કવિના ઉદ્દેશ ને પાર પાડે છે.

  5. વહીદા ડ્રાઈવર says:

    સુંદર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: