ચિનુ મોદી ~ અધમણ અંધારું ઘેરાયું

સમજી જા ~ ચિનુ મોદી
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા…
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા….
નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા…
દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા….
પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા..
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા…
બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા.
~ ચિનુ મોદી
કવિની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના
કવિ ની પુણ્યતિથિ અે પ્રણામ સરસ લયબદ્ધ રચના ખુબ ગમી
સમૃતિ વંદન, બધીજ રચનાઓ માણવા જેવી.
બધી રચનાઓ વાંચવા બદલ આભાર મેવાડાજી.
ગઝલ સમ્રાટ શ્રી ચિનુ મોદીએ જાણે આ ગઝલ પોતાનાં માટે લખી હોય તેવું લાગે…
તેમની ગઝલમાં નાવિન્ય અને સાર્થક શબ્દોનું ચયન હોય…
શત્ શત્ વંદન શ્રી ચિનુ મોદીને…આભાર બેન…!
આનંદ સુરેશભાઈ
આભાર સુરેશભાઈ
વાહ વાહ.. વંદન કવિશ્રીને