ન્હાનાલાલ દલપતરામ કવિ * Nhanalal

અપદ્યાગદ્ય (ડોલનશૈલી)ના જનક ન્હાનાલાલ દલપતરામ કવિ ગુજરાતી ભાષાના વિખ્યાત સાહિત્યકાર છે. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ નર્મદ યુગના મહાન કવિ હતા.
એમણે કાવ્યો, બાળકાવ્યો, પ્રસંગકાવ્યો, કથાકાવ્યો, મહાકાવ્યો, ભજનો, નાટક, વાર્તા, નવલકથા, ચરિત્રલેખન અને અનુવાદમાં પણ કામ કર્યું છે.
સાહિત્યસર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઉર્મિકાવ્યો છે.
કવિની કવિતામાં બાળકાવ્યો, હાલરડાં, લગ્નગીતો, રાસ-ગરબા, ભજનો, અર્ધ્ય-અંજલિ-કાવ્યો, ગોપકાવ્ય, કરુણપ્રશસ્તિ, પ્રાસંગિક કાવ્યો, કથાગીતો-એમ પ્રકારદૃષ્ટિએ સારું વૈવિધ્ય એમાં છે. આરંભકાળમાં આત્મલક્ષી બનતી પણ થોડા જ સમયમાં પરલક્ષિતા તરફ ગતિ કરતી આ કવિની કવિતાના મુખ્ય કવનવિષય પ્રકૃતિસૌંદર્ય, પ્રણય અને પ્રભુ છે. અક્ષરમેળ-માત્રામેળ છંદો, પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળો અને ગઝલ-કવ્વાલીના યથેચ્છ વિનિયોગ સાથે પદ્યમુક્ત ડોલનશૈલી પણ એનું વાહન બનેલ છે.
16 માર્ચ ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
કાવ્યસંગ્રહો
કેટલાંક કાવ્યો – ભા. ૧-૨-૩ – 1903, 1908, 1935
ન્હાના ન્હાના રાસ – ભા.૧-૨-૩ – 1910, 1928, 1937
ઇન્દુકુમાર (સામાજીક નાટકકાવ્ય) 1909, 1927, 1932
વસંતોત્સવ (પ્રસંગકાવ્ય) 1898
કુરુક્ષેત્ર (મહાભારતના વિષયોને લઈને ડોલનશૈલીમાં લખાયેલું મહાકાવ્ય) 1926 થી 1940
હરિસંહિતા (મહાકાવ્ય) 1959, 1960
ગીતમંજરી – ૧-૨ – 1928, 1956
રાજસૂત્રોની કાવ્યત્રિપુટી 1903, 1905, 1911
ચિત્રદર્શનો 1921
પ્રેમભક્તિ ભજનાવલિ 1924
દામ્પત્યસ્તોત્રો 1931
બાળકાવ્યો 1931
મહેરામણનાં મોતી 1939
સોહાગણ 1940
પાનેતર 1941
પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ 1943
*****
કવિ ન્હાનાલાલ
જન્મ : 16 માર્ચ 1877 અમદાવાદ
અવસાન : 9 જાન્યુ. 1946 અમદાવાદ
પિતા : દલપતરામ
*****
સૌજન્ય : વિકિસ્રોત (ટૂંકાવીને)
કવિ શ્રી નો ખુબ ઉમદા પરિચય સાહિત્ય યાત્રા ખુબ સરસ
કવિશ્નીને શ્રદ્ધાસુમન સાથે શતશત નમન.