પ્રજ્ઞા વશી ~ ઉંબરો છોડી

ઉંબરો છોડી ગગન તું  માપી   લે

જાતને તું એ રીતે  બસ પામી  લે….

બે કદમ તું, ચાલશે તો ત્યાં  પછી

આભ પણ ઝૂકી જશે તું થામી લે….

એકલી તું  છે, દિશાઓ , ધૂંધળી

તું જ તારી, સારથિ, રથ હાંકી લે….

તું  નથી  સીતા, નથી  તું,  દ્નોપદી

છે અલગ તાસિર, તુજ બતલાવી લે….

તું  નિયંતા,  તું વિધાતા,  વિશ્વની

તું જ સર્જન, ને વિસર્જન, માની લે…

~પ્રજ્ઞા વશી

સુરતના આ કવિ પ્રજ્ઞાબહેને મહિલાદિન માટે જ, એક ઉદ્દેશ્યથી આ રચના કરી છે અને એમાં સફળ થયાં છે. એમની ખૂબી છે કાવ્ય રજૂ કરવામાં. અને રજૂઆતમાં તેઓ મેદાન મારી જાય છે…

23 Responses

  1. Anonymous says:

    પ્રજ્ઞાબેન વશીની રચના ઉમંગ ભરી દે તેવી છે. હારી થાકીને બેઠેલી સ્ત્રી આ વાંચીને નવું જોમ ભરી બેઠી થઇ જાય. અભિનંદન પ્રજ્ઞાબેન 🌹🌹🌹

  2. Varij Luhar says:

    આભ પણ ઝૂકી જશે… વાહ સરસ ગઝલ અને આસ્વાદ

  3. ખુબ સરસ મજાની તાજગીસભર રચના મહિલા દિવસ માટે લખાયેલી રચના સર્વાંગ સુંદર અભિનંદન

  4. શૈલેષ પંડયા નિશેષ says:

    ખુબ સરસ…ધન્યવાદ.. આવી સરસ ગઝલ માટે.. પ્રજ્ઞાબેન..

  5. Minal Oza says:

    હતાશ નારીને ઝકઝોરીને ટટ્ટાર કરી દે.. નવું જોમ ભરી દે એવી રચના આપવા બદલ પ્રજ્ઞાબહેન ને અભિનંદન.

  6. ઉમેશ જોષી says:

    પ્રજ્ઞાબેન વશી સરસ ગઝલ છે.
    મત્લાનો શેર વધુ ગમ્યો.
    અભિનંદન

  7. કવિયત્રી પ્રજ્ઞા જીની આ ગઝલ, સૌ સ્ત્રીઓને સકારાત્મક ઊર્જા આપે એવી સબળ છે.

  8. Varsha Naik says:

    Verry nice gzal pragna aunty 👌👌🙏💐💐

  9. પ્રજ્ઞા વશી says:

    ખૂબ ખૂબ આભાર લતાબેન . મહિલાદિવસ માટે લખેલી રચના આપને તેમજ મિત્રોને ગમી એ બદલ આપ સહુનો ખૂબ આભાર.

  10. Kirti Kumar Goswami says:

    સુંદર કાવ્ય રચના. સ્ત્રીઓ માં જોશ , ઉત્સાહ, પ્રેરણા ભરનારું સર્જન.

  11. રત્ના જરીવાલા.(વિદૂષી) says:

    ખૂબ સુંદર કાવ્ય પ્રજ્ઞાબહેન. નારીશક્તિનું સચોટ આલેખન.🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: