ન્હાનાલાલ કવિ ~ આભમાં તોરણ બંધાણા : ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયકનાં સ્વરમાં * Nhanalal * Gargi Vora * Himali Vyas

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે
તારલીઓ ટોળે વળી નભચોક!
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે ચંદનીએ વેરેલ તેજનાં ફૂલડાં રે
કે ફૂલડાંની ફોરમ ઝીલે નરલોક:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે વ્હાલમની વિલસે વ્હાલપની આંખડી રે
કે એહવું વિલસે ચન્દ્ર કેરું નેણ:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે કિરણે કિરણે અમૃત દેવનાં રે
કે એહ જળે હું ય ભરું હૈયાહેલ;
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

~ કવિ ન્હાનાલાલ

કવિનો આજે જન્મદિવસ. એમની ચેતનાને વંદન.

કાવ્ય : કવિ ન્હાનાલાલ * સ્વરકાર : અમર ભટ્ટ * સ્વર : ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયક

સૌજન્ય : કાવ્યસંગીત: મનનો રવિવાર ને એકાન્તનો શણગાર

2 Responses

  1. ખુબ સરસ મજાની રચના અને ગાયન પણ ખુબ માણવા લાયક અભિનંદન

  2. રન્નાદે શાહ says:

    વાહ…કવિની અદ્ભુત ગીતરચના..સુન્દર સ્વરગૂથણી ને ગાર્ગી બિમારીના મધુર કંઠ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: