કિશોર બારોટ * અનુ. પરેશ પંડ્યા * Kishor Barot * Paresh Pandya

હું મને કાયમ મળું છું ~ કિશોર બારોટ

હું મને કાયમ મળું છું, હું જ મારો દોસ્ત થઇ.

ગોઠડી મીઠી કરું છું, હું જ મારો દોસ્ત થઇ.

મન કદી લલચાઇને ચાલે લપસણા માર્ગ પર,

હાથ હું આડો ધરું છું.  હું જ મારો દોસ્ત થઇ

ભીતરે ધરબેલ પીડા આંસુ થઇને  અવતરે.

હું મને ખભ્ભો ધરું છું,  હું જ મારો દોસ્ત થઇ

મારી એકલતા સદા એકાંત થઇને મઘમઘે

આયખુ અત્તર કરું છું,  હું જ મારો દોસ્ત થઇ

જેમને મંદિર અને મસ્જિદ મહીં શોધે જગત

એ જ  ‘હું’ ભીતર જડું છું, હું જ મારો દોસ્ત થઇ.

*****

I always meet myself કિશોર બારોટ

I always meet myself  , being my friend

Uttering sugary words  , being my friend

Greedy heart rushes towards greasy directions

Upraising my hand, being my friend

Pain grasped inside, descends like tears

Favouring  my shoulder to me , being my friend

My lonliness always flourish solely like secnt.

Forming life span as cologne, being my friend

To whom universe is searching in Temples & Mosques.

Discovering same “me” from core , being my friend.

English translation by Paresh Pandya

7.7.22

***

*****

સાજ મેવાડા * 08-07-2022 * વાહ, બંને મારા મિત્રોને હાર્દિક અભિનંદન. સરસ ગઝલ અને એવોજ સરસ ભાવાનુંવાદ.

કિશોર બારોટ * 07-07-2022 * આભાર પરેશ ભાઈ. આભાર, લતા બેન.

છબીલભાઈ ત્રિવેદી * 07-07-2022 * ખુબ સરસ અનુવાદ કાવ્ય પણ ખુબજ સરસ અને અનુવાદ પણ તેટલોજ સરસ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: