અમૃત ઘાયલ ~ ગમવી જોઈએ Amrut Ghayal

છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ
રમવી પડે તો સર્વ રમત રમવી જોઇએ

કૈ કેટલાય રૂપ છે શરમિન્દગી તણા
એવો નિયમ છે ક્યાં કે નજર નમવી જોઇએ

વશવર્તે લાગણીનો ભલે છૂટથી રહે
શમા રહે નહી તો પછી દમવી જોઇએ

ઉષ્મા જ ક્યાં રહી છે હવે આવકારમાં
આલિંગનોની ભૂખ હવે શમવી જોઇએ

કાંટાળા પથ પર નો પડે ચીરા પણ પડે
પીડા જો થાય છે તો હવે ખમવી જોઇએ

ધાર્યું નિશાન અન્યથા તાકી શકાય ના
ધાર્યા નિશાનમાંજ નજર ભમવી જોઇએ.

ખીલી ઉઠે ન સીમ તો ‘ઘાયલ’ એ સાંજનું
પ્રત્યેક સાંજ રંગ સભર નમવી જોઇએ.

~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: