હસમુખ પાઠક ~ તું હું વચ્ચે * Hasmukh Pathak

તું-હું વચ્ચે
વિરહ દીવાલ.

રોજ શબ્દ-ટકોરા પાડું
તું સાંભળ.

રોજ કાન માંડું,
તને સાંભળવા.

મારા શબ્દ સામે
તારા બોલ મૌનના.

ન તૂટે વિરહ
ન ખૂટે વહાલ.

~  હસમુખ પાઠક

છેલ્લા બંધમાં કેવું સરસ મજાનું કાવ્ય નીપજી આવે છે.

કવિના જન્મદિવસે સ્મૃતિવંદના.

5 Responses

  1. સરસ કાવ્ય જન્મદિવસ ની સ્મૃતિ વંદના

  2. ઉમેશ જોષી says:

    સ્મરણ વંદના.

  3. મનોહર ત્રિવેદી says:

    નમેલી સાંજના કવિને સ્મૃતિવંદન.
    હસમુખભાઈના નાનકડા સંગ્રહે છઠ્ઠા દાયકામાં હલચલ મચાવેલી.

  4. ખૂબ સરસ અછાંદસ કવિતા. સ્મૃતિવંદના.

  5. હરીશ દાસાણી.મુંબઈ says:

    ઉત્તમ કાવ્ય. વિરહ અને વહાલ ઓછા શબ્દો અને અગાધ મૌનથી વ્યક્ત થાય છે-પૂર્ણ સામર્થ્ય અને સૌંદર્યનિષ્ઠાથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: