પ્રદીપ ખાંડવાળા ~ સાંઈ * અનુ. પ્રદીપ ખાંડવાળા * Pradip Khandawalla

સાંઈ ~ પ્રદીપ ખાંડવાળા

ખાન-પાનમાં ઉછરેલો.

વર્ષો પહેલાં

ઝાકઝમાળ ધોરી માર્ગ પરથી એ ફંટાઈ ગયો

જે ધસતો કશે નહીંથી કશે નહીં સુધી.

થાકી ગયો હતો.

આ ભદ્ર માર્ગમાંથી કોઈ મકાનનાં ભંગારમાં વળી ગયો.

કાટમાળ એને ઓપદાર બાંધકામ કરતા

વધુ માફક આવ્યો.

વર્ષોથી હવે એ કાટમાળમાં જ રહ્યો છે.

શેરીનાં કૂતરાં જોડે ખૂણામાં સૂઈ જાય છે.

સવારે ભીક્ષા માંગવા નીકળી પડે છે

અને પછી અંધ ભિખારીઓને પોષે છે.

એ ગલીઓમાં ફરે  છે

આશીષ બક્ષતો જ્યાં બેકાર બેઠાં હોય છે

હતાશા પણ ઓસરી ગઈ હોય એવાં.

પ્રેમ કરતાં શીખ્યો છે વિધ્વંસના સૌંદર્યને

ભર બપોરની ચાંદનીને, ભીના ગરમાટની હૂંફને

જે ભૂમિમાંથી ઝમતી હોય છે.

આનંદ છે એને

ભટકાઈ ગયા વગર, અસ્તવ્યસ્ત કર્યા વગર

એના ઉશ્કેરાટોને એનાથી અળગા થતા જોવાનો.

પથ-ચિહ્નોએ ચિંધેલાકે અવગણેલા કે છોડેલા પથો

ને જે નીચાણોમાંથી ગબડેલો કે

ઊંચાણો પર હાંફતો ચઢેલો

એનાં સ્મરણો હજી તાજાં છે.

ઊંઘે છે જ્યારે તમરાં ગણગણાટ શરૂ કરે છે

અને પ્રભાતે જાગે છે પહેલી બસનાં પૈંડા

ડામર પર કંપ જગાવતા અને ચિચિયારી પાડતાં

પસાર થતાં હોય ત્યારે.

થોડાક દુખિયારા મળવા આવે ખરા

વાતો કરવા નહીં કારણ એ ઓછું જ બોલે છે

પણ એના વહાલ વરસાવતા મૌનથી તાજા થવા.

એણે એનાં પ્રસ્થાનનું દૃષ્ય સાચવી રાખ્યું છે.

જ્યારે છેલ્લી તાણ આવશે

ત્યારે જીવનનું અવલોકન બહાર ઊભરી

વિસર્જિત થતી નમી જેમ

ઈંટૉડા, મટોડાં, ભંગાર અને યાદોને પંપાળી

થોડીક ક્ષણો ઝૂલશે

અને વિના વિલાપે શ્વાસ વિદાય લેશે.

થોડા ભિખારીઓ અને ભાંગેલા સિવાય

કોઈ ખરખરો નહીં કરે

અને સનસનીમાં રત મીડિયા તો

એની કોઈ જ નોંધ નહીં લે.

પણ ગત સન્યાસીઓની અદૃશ્ય જમાતમાં

એને આવકારવા સમારોહ રચાશે.

*****

Fakir~ Pradip Khandwalla

He was brought up in luxury

but felt fatigued in body and mind.

Years ago

from a razzle-dazzle avenue

that stretched

from nowhere to nowhere

he veered off this main street

to a ruin that

once was a mansion.

Debris he thought

suited him better than

sleek structure.

For years now

he has stayed in rubble.

He sleeps in corners

that he shares with mongrels.

He walks beaming a blessing

along dingy lanes

where people squat emptied of despair.

In the morning he goes out for alms

and then feeds what he can

to blind beggars.

He has learned to love

the landscape of wreckage

the moonlight at noon

the comfort of the damp warmth

oozing from the earth.

He feels well

to see off his agitations

without bumping into them

and getting misplaced.

His memory is alive

with the signposts

of the paths he had taken

avoided or left

the inclines he had tumbled down

and the gradients he had panted up.

He sleeps when crickets start beeping

and wakes at dawn

from the tremor and screech

of tires on tar

as the first bus thunders by.

A few broken visit him

not to speak for he seldom speaks

but to be renewed

by his affectionate calm.

He has stashed the scene of his exit.

When the last convulsion comes

his life will all gush out and hang

like a dispersing mist

a life-ending breath

caressing as it goes

bits and pieces

of bricks, mortar, and memory.

There will be no mourners

except some beggars and wrecked beings

and the sensationalist media

will take no notice.

But in the unseen realm of sages

there will be rejoicing

to welcome a new comrade.

અનુવાદ કવિ દ્વારા

21.3.22

*****

*****

Kirti Shah

06-05-2022

પ્રદીપ ખાંડવાળા ની કવિતા ખૂબ ગમી. Ushkerato ને અસ્તવ્યસ્ત થતાં પહેલાં પોતાથી અલગ થતાં…..વાહ વાહ

છબીલભાઈ ત્રિવેદી * 21-03-2022 * કવિ એ પોતે કરેલો અનુવાદ ખુબજ ઉમદા રહયો કેમકે તેમણે કયા ભાવ થી કાવ્ય લખ્યું છે તે તેનાથી વિશેષ કોણ લખી શકે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: