માલા કાપડિયા ~ મને મારો જ ડર લાગે ‍  

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

~ માલા કાપડિયા

સ્પર્શી જાય એવી પીડા.

6 Responses

  1. ખરેખર સ્પર્શી જાય તેવી પીડાસાંપ્રત સમય ને અનુરૂપ રચના ખુબ ખુબ અભિનંદન

  2. ઉમેશ જોષી says:

    માલાબહેનની રચના હ્રદયસ્પશીઁ છે.

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    માલાબેનની રચનામાં અનેક પડઘા પડે છે. To be is to be related.માણસ અખિલનો અંશ છે. પ્રકૃતિ અને પરમેશ્વરનો નિરપેક્ષ મૈત્રીસંબંધ ન અનુભવ થાય તો માણસ વ્યકિત
    પાસે આશા રાખે પણ આજે વ્યકિતગત વિશ્વ જુદા જુદા હોવાથી ભીડ વચ્ચે પણ એકલતા સાલે છે.

  4. સીધી સરળ શબ્દોમો. દર્દમય એકલતાની અભિવ્યક્તિ.

  5. Minal Oza says:

    માલાબહેનની રચનામાં ટોળામાં ખોવાયેલા માણસની એકલતાની પીડા હૂબહૂ રજૂ થઈ છે. શહેરી જીવનની આ કરૂણતા!

  6. ઉમેશ જોષી says:

    અરીસામાં મારા જ ખંભા પર માથું ઢાળી હું રડી લઉં છું..
    હ્રદયસ્પશીઁ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: