પ્રબોધ પરીખ * પ્રબોધ પરીખ * Prabodh Parikh

પ્રાર્થના

મને તારી સામે જોવાની શક્તિ આપ,

સૂર્યનું તેજ ઝીલવાની

નગરા પાર સુદૂરનાં વહાણો બોલાવવાની

મરજીવા થવાની

રમકડાં-ટ્રેન ચલાવવાની

દુકાળ ઓળંગવાની

infant femme ના વાળમાંથી જાદુઈ જડીબુટ્ટી શોધવાની.

મને ફરી, એક ભ્રમ આપ.

હું સોક્રેટિસ તો છું નહીં,

મારા લોહીમાં વહેતા

અર્ધ ખુલેલા

ફ્રેન્ચ કવિઓના લેન્ડ સ્કેપમાં

તરી શકું, સાંભળી શકું

તેવી દૃષ્ટિ આપ.

બારાખડી આપ

વિમાનની, શહેરની

વૃધ્ધ દાદીમા પાસે બેસવાની

મને ફરી એક ભ્રમ આપ,

તારા તરફ

મારા તરફ ચડવાની એક સીડીનો..

~ પ્રબોધ પરીખ

*****

Prayer – Prabodh Parikh

Grant me the strength to look at you, to bear the radiance

of the sun;

the strength to alert faraway ships by my drumbeats,

to be a pearl diver,

to drive a toy-train,

to survive a famine,

to extract the magic potion from the tresses

of the enfant femme.

Grant me, once more, an illusion.

And though I am no Socrates,

grant me the vision to hear, to swim

in the currents of the landscapes of French poets

which, half-open, float away in my blood.

Grant me an alphabet

of airplane and city,

which would let me sit by an ageing grandmother.

Grant me, once more, the illusion

of a ladder

to climb to You,

to me.

Translated from Gujarati by the Poet

15.3.22

*****

*****

સાજ મેવાડા * 22-03-2022 * ખૂબ સરસ

રિયાઝ લાંગડા (મહુવા) * 15-03-2022 * વાહ…👌👌

છબીલભાઈ ત્રિવેદી * 15-03-2022 * કવિ શ્રી પ્રબોધ પરીખ ના કાવ્ય નો અનુવાદ તેમણે પોતેજ કરેલો છે અેટલે કાવ્ય ના ભાવજગત ને કવિ પોતે ખુબ સારી રીતે જાણતો હોય છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: