અમૃત ઘાયલ ~ એ કોણ છે ? Amrut Ghayal

આમ સંકોચાય છે એ કોણ છે ?
કટકા કટકા થાય છે એ કોણ છે ?

પૂછવા ક્યાં જાય છે એ કોણ છે ?
એને પૂછતાં શું થાય છે, એ કોણ છે ?

પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ
સ્પર્શથી ગભરાય છે એ કોણ છે ?

પ્રેમથી જે પાય છે પી જાઉં છું
રામ જાણી પાય છે, એ કોણ છે ?

એ જ છે નિ:શંક ‘ઘાયલ’ એ જ છે
ઝૂમતા જે જાય છે, એ કોણ છે ?

~ અમૃત ઘાયલ    


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: