હરીશ મીનાશ્રુ ~ દિલીપ ઝવેરી * Harish Minashru * Dilip Zaveri  

પંખીપદારથ – હરીશ મીનાશ્રુ 

હજાર પાન

હજાર ફૂલ હજાર ફળ

હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે

ને એની એકાદ હથેળીમાં હાજર છે

એક પંખી

એટલું બધું જીવંત

કે મૃતક જેટલું સ્થિર

પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો

યાયાવરીનાં અથવા યુયુત્સાનાં

પરંતુ ગુરૂ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન

ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ ?

વૃક્ષ ? ડાળ ? પાંદ ? ફૂલ ? ફળ ? પંખી ? …

તંગ બનશે પ્રત્યંચા

એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક

સૌને ખબર છે :

જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી

જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી

જેને દેખાશે પુરેપુરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ

જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી

જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી

જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી

પરંતુ

કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે

જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ

એ જ બનશે બાણાવળી

જે સ્વયં હશે વિદ્ધ

તે જ કરશે સિદ્ધ

શરસંધાન

હજાર હજાર હાથવાળા વૃક્ષની

હજાર હજાર હથેળી પર

હજાર હજાર અભયમુદ્રા ધરીને

પંખી તો બસ હાજર છે

અણીની પળે..

*****

THE MATTER OF THE BIRD ~Harish Minashru

A tree with thousands of leaves

Thousands of flowers

Thousands of fruits

Stands

With a bird

In one of its palms

A tree so much alive

That it is stock-still

As if dead

One could ask the bird

The question regarding its flights and fights

Quite legitimately

But the teacher asks the archer instead

What do you see, my son

A tree, a branch, a leaf, a flower, a fruit or a flower?

The bowstrings taut

Everyone will resolutely aim at the target

Everyone knows :

He who sees the bird fully

Along with the entire tree

Will be a hunter

He who sees the bird fully

Along with each and every leaf

Will be a merchant

He who sees the bird fully

With each and every ripe fruit

Will be a house holder

He who sees the bird fully

With the entire flower

Will be a lover

He who sees only the bird

Will be a loner

He who sees on the eye of the bird

Will be a Yogi.

But the bird alone knows

That he who sees his reflection in its eye

Will be the Archer

He who is himself pierced

Will alone succeed

In hitting the target

At this decisive juncture

On the palms of the thousand handed tree

With thousand intrepid postures

The bird is present

Translated from Gujarati by Dileep Jhaveri

10.3.22

*****

****

છબીલભાઈ ત્રિવેદી * 10-03-2022 * કવિ શ્રી હરીશ મિનાશ્રુ ના કાવ્ય નો અનુવાદ દિલીપ ઝવેરી એ ખુબજ સુન્દર રીતે કરાવ્યો ખુબ ખુબ અભિનંદન બન્ને કવિઓ ને વંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: