લતા હિરાણી ~ મારી પાસે

મારી પાસે એક સૂરજ છે

મારો પોતાનો

સંતાડેલો

અંદર જ્યારે કશું જ ન બચે

સાવ અંધારું થઈ જાય

ત્યારે

હું એને પેટાવું છું

ને

એની હૂંફ રેલાઈ જાય છે

પગથી માથા સુધી

એના તડકાના ટુકડાઓની

ચાદર ઓઢી

હું નિરાંતે સુઈ જાઉં છું

ઘસઘસાટ

પડખું ફરી

ઘોર અંધારી રાત તરફ… 

~ લતા હિરાણી

*****

પ્રકાશિત > શબ્દસૃષ્ટિ > 4-2014

ગુજરાતી કવિતાચયન 2014

12 Responses

  1. Varij Luhar says:

    સરસ કાવ્ય

  2. લતાબેન આપની રચના ખુબ ગમી દરેક ને પોતાનો સુરજ હોય છે વાહ અભિનંદન

  3. આદરણીય લતાજી, આપ ખરેખર અછાંદસ કાવ્યોના મહારથી છો. ખૂબ જ સરસ કાવ્ય.

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    આ સૂરજ તો આતમદીપ. આત્મજ્યોતિના અજવાળે શબ્દના પ્રકાશથી
    મળતો આ સૂર્ય અનોખો છે.

  5. ચંદ્રશેખર પંડ્યા says:

    ખૂબ જ સુંદર!

  6. રેખાબેન ભટ્ટ says:

    વાહ, લતાબેન… પોતાનો સૂરજ.. ખૂબ સરસ કવિતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: