અમૃતા પ્રીતમ ~ વારિસશાહને : અનુવાદ જયા મહેતા

अमृता प्रीतम~ आज वारिस शाह से

आज वारिस शाह से कहती हूं

अपनी कब्र में से बोलो

और इश्क की किताब का

कोई नया वर्क खोलो

पंजाब की एक बेटी रोई थी

तूने एक लंबी दस्तांन लिखी

आज लाखों बेटियां रो रही हैं,

वारिस शाह तुम से कह रही हैं

दर्दमंदों के दोस्त

पंजाब की हालत देखो

चौपाल लाशों से अटा पड़ा हैं,

चिनाव लहू से भरी पड़ी है

किसी ने पांचों दरियाओं में

एक जहर मिला दिया है

और यही पानी

धरती को सींचने लगा है

इस जरखेज धरती से

जहर फूट निकला है

देखो, सुर्खी कहां तक पंहुंची

और कहर कहां तक पहुंचा

फिर जहरीली हवा वन जंगलों में चलने लगी

उसमें हर बांस की बांसुरी

जैसे एक नाग बना दी

नागों ने लोगों के होंठ डस लिये

और डंक बढ़ते चले गये

और देखते देखते पंजाब के

सारे अंग काले और नीले पड़ गये

हर गले से गीत टूट गया

हर चरखे का धागा छूट गया

सहेलियां एक दूसरे से छूट गयीं

चरखों की महफिल विरान हो गयी

मल्लाहों ने सारी कश्तियां

सेज के साथ ही बहा दीं

पीपलों ने सारी पेंगें

टहनियों के साथ तोड़ दीं

जहां प्यार के नगमे गूंजते थे

वह बांसुरी जाने कहां खो गयी

और रांझे के सब भाई

बांसुरी बजाना भूल गये

धरती पर लहू बरसा

कबरें टपकने लगीं

और प्रीत की शहजादियां

मजारों में रोने लगीं

आज सब #कैदों* बन गये

हुस्न इश्क के चोर

मैं कहां से ढूंढ के लाऊं

एक वारिस शाह और..

(#कैदों हीर का मामा था जिसने हीर को ज़हर दे दिया था)।।

મૂળ પંજાબી કવિતાનો હિન્દી અનુવાદ

વારિસશાહને ~ અમૃતા પ્રીતમ

આજે વારિસશાહને કહું છું
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:

એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.

કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે

આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.

પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી

આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા

દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ

નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા

જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા

ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી

આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?

વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

– અમૃતા પ્રીતમ (મૂળ પંજાબીમાંથી અનુ. જયા મહેતા)

અમૃતા પ્રીતમનું અત્યંત જાણીતું અને લોકપ્રિય કાવ્ય. જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે પંજાબ પ્રાંતને સૌથી વધારે સહન કરવાનું આવેલું. કેમ કે એ આખો પ્રાંત બે દેશોમાં વહેંચાઈ ગયેલો. ભારતના ભાગલા કેટલા ભયંકર, લોહિયાળ અને દર્દનાક હતા એ કથા સૌ જાણે છે.  

કવિએ જેમને સંબોધન કર્યું છે એ વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની વાત લોકોની જુબાન પર હતી પરંતુ જ્યારથી વારિસશાહે એને કાવ્યમાં ઢાળી ત્યારથી એ લોકોના હૃદયે રોપાણી અને અમર થઈ ગઈ. 

પંજાબ જ્યારે ભાગલાને કારણે લોહીથી લથબથ હતું, સ્ત્રીઓના શિયળ લૂંટાઈ રહ્યા હતા, મારો-કાપો સિવાય હવામાં બીજા કોઈ શબ્દો નહોતા, માણસ માણસાઈ સાવ ભૂલી ગયો હતો ત્યારે આ પીડા કોને જઈને કહેવી ? અને અમૃતાજીએ દર્દનાક પોકાર કર્યો, વારિસશાહને કે તમે કબરમાંથી ઊભા થાઓ અને પંજાબની અનેક દીકરીઓની યાતના માટે ગાઓ. 

3 Responses

  1. ખૂબ સરસ અનુવાદ

  2. ખૂબ જ દર્દનાક સમયની વેદનાને વાચા આપતી આ કવિતા છે, જયા મહેતાજી એ સરસ ભાસાંતર કર્યું છે.

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    ભારતના ભાગલાએ સર્જેલી ભયાનક નરસંહાર અને પાશવતાની એ ગાથા આજે પણ હૈયું હચમચાવી દેનારી છે. અમૃતા પ્રીતમની આ કવિતા અને તેનો ભાવાનુવાદ બંને અપૂર્વ છે.

Leave a Reply to Chhabilbhai Trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: