કલાપી ~ રે પંખીડા

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;
ના, ના, કો દિ’ તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.

રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી;
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે, ક્રૂર કો હસ્તનો હા!
પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.

~ કલાપી

*****

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”

~ કલાપી

26 વર્ષની નાની વયે અસ્ત પામેલ આ રાજવી કવિના જન્મદિવસે સ્મૃતિવંદના. 

18 Responses

  1. રાજવી કવિ શ્રી ની ચેતના ને પ્રણામ બન્ને કાવ્યો ખુબ જાણીતા લાઠી કલાપીનગરી નુ ગૌરવ

  2. ખુબ સરસ બન્ને કાવ્યો રાજવીકવિ ની ચેતના ને પ્રણામ લાઠી કલાપીનગરી નુ ગૌરવ એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ

  3. ઉમેશ જોષી says:

    સ્મરણ વંદના.

  4. કવિ શ્રી ની ચેતના ને પ્રણામ બન્ને કાવ્યો ખુબ સરસ લાઠી ના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ને સલામ

  5. Varij Luhar says:

    એક રાજવી કરતાંય એક કવિ તરીકે જેનું નામ ગૌરવ પૂર્વક લેવાય છે
    તે કવિ કલાપીને જન્મ જયંતિએ વંદન

  6. વાહ!! ખૂબ સરસ

  7. Anonymous says:

    Very nice

  8. કવિ કલાપી ને વંદન

  9. Very nice

  10. Minal Oza says:

    ઋજુ હૃદય ધરાવતા કવિ કલાપીને એમની જન્મજયંતીને દિવસે ભાવાંજલિ..
    ‘કેકારવ’માંથી પસાર થઈએ ત્યારે ‘યાદી ભરી ત્યાં આપની’ એ ગઝલ યાદ આવી જાય.

  11. Minal Oza says:

    કલાપીનાં મુકાયેલ બંને કાવ્યો સરસ છે. અભિનંદન લતાબેન.

  12. Minal Oza says:

    છંદ મંદાક્રાતા કાવ્યના વિષયને અનુરૂપ છે.

  13. સરસ મજાની રચના ઓ

  14. સરસ કાવ્યો

  15. ખુબ સરસ મજાની રચના ઓ

  16. કલાપી ની કવિતા અને ગઝલો વાંચીને ઘણા મારા જેવાનું શાળા જીવન વીત્યુૃ છે. કવિને સ્મરાંજલિ.

  17. કવિ શ્રી ને સ્મરણાંજલિ

Leave a Reply to Chhabilbhai Trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: