ઉષા ઉપાધ્યાય : ફૉન અનુવાદ : Rupalee Burke

ફૉન – ઉષા ઉપાધ્યાય

ગઈ કાલે ફોન હતો લંડનથી

મારા પિતરાઈનો-

ઘરનાં સહુના સમાચાર

એ હોંશથી આપતો હતો-

“આપણી મૉટેલ તો ધમધોકાર ચાલે છે હોં !”

આ વખતે વૅકેશનમાં

મોન્ટુ જવાનો છે અમેરિકા

ને પિંકી એની બહેનપણીઓ સાથે સ્વીટ્ઝર્લેન્ડ

તારાં ભાભી પણ લ્હેર કરે છે,

લેસ્ટરના મૂર્તિમહોત્સવમાં

સૌથી વધારે ડોનેશન આપીને એણે

પહેલી આરતી ઉતારી હતી,

અને હું – ?

ઑહ ! હું કેમ છું એમ પૂછે છે ?

ફાઈન ! વેરીફાઈન !!

પણ, તમે બધાં કેમ છો?..”

ને પછી ચાલી લાં…બી વાત

ઘરની, શેરીની, ગામની ને ખેતરની,

છેલ્લે હું કહેવા જતો હતો “આવજો”

ત્યાં એકાએક એણે મને પૂછ્યું-

આપણી વાડીમાં હજુ કોસ ચાલે છે?

ને…રામજી મંદિરની આરતીમાં

ઝાલર કોણ વગાડે છે ?”

એનો ઉત્કંઠાભર્યો – આર્દ્ર અવાજ

ખારાં પાણીમાં ઝબકોળાઈને આવતો હોય

એવું કેમ લાગ્યું ?

એના આગળના શબ્દો હવામાં ઉડતા રહ્યાં

મને લાગ્યું, જાણે એના હાથમાં

ફૉનનું રિસિવર નહીં

ઝાલર વગાડવાની દાંડી

અટકી ગઈ છે…

Phone Call ~ Usha Upadhyaya

Yesterday my cousin phoned

from London-

Eagerly gave news of the family,

“My motel is doing really well !

this time Montu is taking

a vacation to America

and Pinky and her friends are

going to Switzerland.

Your bhabhi is absolutely fine,

her’s was the highest donation

in the Leicester idol festival

so she got to do the aarti friest,

and I -?

Oh! Are you asking me how am I ?

Fine ! Very Fine !!

Tel me how are you all ?”

And then we had a lo..ng talk,

about the house, the street, the village

and the field.

Just as I was about to say

“goodbye”, he suddenly asked me –

“ Are leather buckets still used

to draw water in our orchards ?

And who plays the gong

for the aarti in Ramji Mandir ?”

Why did it seem to me

that his moist voice laced with anxiety

was dipped in salty water ?

His remaining words kept

drifting in the air.

I felt as if in mid-air

instead of the telephone receiver in his hand

was the rod used to sound the gong.

Translated By : Rupalee Burke

6 Responses

 1. હરીશ દાસાણી.મુંબઈ says:

  વિદેશ વસેલ મિત્રની માતૃભૂમિ અને પોતાની ખેતર માટેની મમતાનું સુંદર કાવ્ય

 2. Anonymous says:

  વતન વિછોહનું સંવેદનાસભર રચના.. અનુવાદ પણ બરાબર (મીનળ ઑઝા)

 3. વતન છોડવા ની વેદના નુ ગીત અેટલે જ આદિલ મનસૂરી ની નદી ની રેત મા…. યાદ આવે ગમે ત્યાં રહોવતન યાદ આવે જ

 4. ડાયસ્પોરા માનવીની વતન પ્રિતી ખૂબ સરસ રીતે વ્યક્ત થઈ છે. સરસ અનુવાદ.

 5. ઉષા ઉપાધ્યાય says:

  પ્રિય લતાબહેન,
  તમે ખૂબ સરસ કામ કરી રહ્યાં છો. ‘ફોન ‘ કાવ્ય શેર કરવા માટે આભાર અને આનંદ.
  ઉષા ઉપાધ્યાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: