परवीन शाकिर ~ क़ैद में गुज़रेगी * અનુ. હિતેન આનંદપરા

परवीन शाकिर : क़ैद में गुज़रेगी जो उम्र

क़ैद में गुज़रेगी जो उम्र बड़े काम की थी

पर मैं क्या करती कि ज़ंजीर तिरे नाम की थी

जिस के माथे पे मिरे बख़्त का तारा चमका

चाँद के डूबने की बात उसी शाम की थी

मैं ने हाथों को ही पतवार बनाया वर्ना

एक टूटी हुई कश्ती मिरे किस काम की थी

वो कहानी कि अभी सूइयाँ निकलीं भी न थीं

फ़िक्र हर शख़्स को शहज़ादी के अंजाम की थी

ये हवा कैसे उड़ा ले गई आँचल मेरा

यूँ सताने की तो आदत मिरे घनश्याम की थी

बोझ उठाते हुए फिरती है हमारा अब तक

ऐ ज़मीं-माँ तिरी ये उम्र तो आराम की थी ..

*****

કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી

આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી

બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી

એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી

હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી

હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી.

અનુવાદ – હિતેન આનંદપરા

સૌજન્ય : લયસ્તરો

OP 26.12.21

*****

*****

Chaitali Thacker * 12-01-2022 * ખૂબ સુંદર

સાજ મેવાડા * 26-12-2021 * ખારેખર સુંદર અનુંવાદ કર્યો છે.

sudha mehta * 26-12-2021 * Hiten Anandpara’s translation is extraordinary. It brings out the innermost emotions of a human being just as the original poem too does. Wonderful. Thanks for sharing.

Kirtichandra Shah * 26-12-2021 * એ આદત તો ઘનશ્યામ કી થી , ધરતી તેરી ઉંમર તો આરામ કી થી વાહ વાહ Fantasti

છબીલભાઈ ત્રિવેદી * 26-12-2021 * આજની પરવીન શાકિર ની રચના નો હિતેન આનંદપરા અે કરેલો અનુવાદ ખુબજ માણવા લાયક કાવ્ય પણ ખુબજ સરસ આવા વિવિધતા સભર કાવ્યો નો રસથાળ અેટલે આપણુ કાવ્યવિશ્ર્વ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: