કરસનદાસ માણેક ~ એક દિન * Karsandas Manek

એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !

તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !

~ કરસનદાસ માણેક

(જન્મ: 28.11.1901, મૃત્યુ: 18.1.1978)

કવિતાનો લય અદભૂત છે અને

પંક્તિઓમાં  સતત વહેતો ‘ળ’ શબ્દનો રણકાર નદીની જેમ ખળખળ વહ્યે જતો હોય એમ નથી અનુભવાતું ?

આજે કવિની પૂણ્યતિથિ. આપણા સૌના સ્મૃતિવંદન.

5 Responses

  1. કવિ શ્રી ની પુણ્યતિથિ અે પ્રણામ સરસ લયબદ્ધ રચના ખુબ ગમી

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    સમયની અને મનની સ્વચ્છંદ કવિતા

  3. સાચે જ સરસ અને મનનીય રચના..

  4. Anonymous says:

    કવિની પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન.

  5. કવિની પૂણ્યતિથિ, સ્મૃતિવંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: