પંકજ ચૌહાણ ‘કમલ’ ~ વણી લે * Pankaj Chauhan

ઘર હવામાં આવડે ચણતાં; ચણી લે,
શ્વાસને જો આવડે ગણતાં; ગણી લે.

વિશ્વ આખું પાઠશાળા છે અનેરી,
પાઠ થોડા આવડે ભણતાં: ભણી લે.

આત્મહત્યા ખુદ અહંકારી કરી લે,
ગર્વ એનો આવડે હણતાં, હણી લે

ઘાવ વકરી જાય ના એવી જ રીતે,
પ્રેમપૂર્વક આવડે ખણતાં; ખણી લે.

જે નથી કહેવા જેવી પીડા જગતને,
એ ગઝલમાં આવડે વણતાં; વણી લે.

~ પંકજ ચૌહાણ ‘કમલ’

કવિ પંકજ ચૌહાણનો કાવ્યસંગ્રહ – ‘સ્પર્શ ફૂલોનો’ 

સ્વાગત છે કવિનું ‘કાવ્યવિશ્વ’માં.

પંકજ ચૌહાણ * ‘સ્પર્શ ફૂલોનો’ * સ્વયં * 2022 

7 Responses

  1. ખુબ સરસ કાવ્ય કવિ શ્રી ને ખુબ ખુબ અભિનંદન અને તેમના કાવ્યસંગ્રહ નુ સ્વાગત

  2. Anonymous says:

    સરસ રચના. અભિનંદન.

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    સરસ. હવામાં ઘર ચણવાની અને શ્વાસ ગણવાની વાત કરીને કવિએ વાસ્તવ સૃષ્ટિમાંથી ઉપાડીને કાવ્યસૃષ્ટિમાં મૂકી દીધા.

  4. ખૂબ સરસ ગઝલ, કવિ શ્રી પંકજ ચૌહાણને આવકાર, અભિનંદન.

  5. ઉમેશ જોષી says:

    કવિ શ્રી પંકજ ચૌહાણની ગઝલ ખૂબજ સરસ છે.

    અભિનંદન….

  6. દીપક આર. વાલેરા says:

    Wah

  7. ઠીકઠાક રચના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: