રાધેશ્યામ શર્મા – પર્ણમર્મર

તારીખિયાનું એક પત્તું

ઝૂલતા કૅલેન્ડરની મૂંગી પ્રતિમામાંથી

હવાલહેર ઊંચું કરે

વાયુલહેર નીચું કરે,

તો ઇતિહાસની અટ્ટાલિકાઓમાંથી

સોનેમઢી દંતરેખમાંથી થોડુંક

સુવર્ણ અગોચર ક્ષેત્રે ખરે છે.

કાગળના એક જ પાનનો ફરફરાટ

ભૂગોળનાં મહાલયોના ઝુમ્મરના પ્રસરાવે ચરચરાટ

શી ખબર નક્ષત્રો નહિ ખરતાં હોય

આ પર્ણમર્મરધ્વનિથી ?

આ વર્ણચામરધ્વનિ?

બોલવાની અહીં જરૂર નથી

ડોલવાની અહીં ના નથી

મોં ખોલવાની ‘હા’ નથી?

મૂલ્યો જોખવાની ના નથી!

કૅલેન્ડર અહીં વીતરાગ છે

પાનું ફાટે ના – ફાટ વિગતરાગ છે

પણ પત્તું અચૂક ફાટે છે

ત્યારે નવાંકુર અગમમાં ફૂટે છે!

~ રાધેશ્યામ શર્મા

કવિના જન્મદિને સ્મૃતિવંદના

ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર.

ગ્રામજીવન તેમજ નગરજીવનનો અનુભવ, અંદર-બહાર જોતી-નીરખતી સૂક્ષ્મ દૃષ્ટિ, મનોવિજ્ઞાનની સૂઝ, મનુષ્યની આંતર-બાહ્ય તાણને, મનુષ્યના આંતરસંચલનોને રૂપક-કલ્પન-પ્રતીક દ્વારા રજૂ કરવાનો કસબ. અરૂઢ ગદ્યકવિતા, આધુનિક કૃતિઓના આસ્વાદ-વિવેચન આદિ દ્વારા તેમણે આધુનિક સાહિત્યમાં પોતાનો અવાજ સ્થાપિત કર્યો છે.

આંસુ અને ચાંદરણું’(1963)માં કલ્પન-પ્રતીકના સંયોજનવાળાં આધુનિક ગદ્યકાવ્યો છે. ‘નૅગેટિવ્ઝ ઑવ્ ઇટરનિટી’ (1974) એમનાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ છે. ‘સંચેતના’ (1983) વિષયવૈવિધ્ય ધરાવતાં છંદમુક્ત કાવ્યોનો સંગ્રહ છે.

‘ફેરો’ એમની જાણીતી લઘુનવલ છે. આ ઉપરાંત ટૂંકી વાર્તાઓના અને વિવેચનોના, અનુવાદના એમના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે.

સાક્ષરનો સાક્ષાત્કાર’ – દસ ગ્રંથોમાં (2004 સુધીમાં) આશરે સાડા ચારસો લેખકો-પત્રકારો-કળાકારોનાં જીવન-કવનને વણી લેતા ઇન્ટરવ્યૂ છે.

કવિને 1995માં ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ * 2012માં  ‘કુમાર સુવર્ણચંદ્રક’ * 2004માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયાં હતાં.  

માતા-પિતા : સીતારામ અને ચંચલબેન

જીવનસાથી : શારદાબહેન

વતન : ઉત્તર ગુજરાતનું રૂપાલ  

9 સપ્ટેમ્બર 2021ના રોજ એમનું અવસાન થયું.

સૌજન્ય ‘ગુજરાતી વિશ્વકોશ’ અને ગુજરાતી વિકિપીડિયા  (ટૂંકાવીને) 

7 Responses

  1. ખુબ સરસ માહિતી સભર પરિચય ઘણુ જાણવા મળે છે તેનો ખુબ આનંદ છે આભાર લતાબેન

  2. ઉમેશ જોષી says:

    કવિ રાધેશ્યામ શર્માને જન્મ દિવસની સ્મરણ વંદના.

  3. Anonymous says:

    કવિના જન્મદિવસ નિમિત્તે એમને વંદન. લતાબહેને એમનો સરસ પરિચય કરાવીને આમને ઉપકૃત કર્યા છે.ધન્યવાદ.

  4. કવિ રાધેશ્યામ શર્મા ના જન્મદિને સ્મૃતિવંદના, ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – ૨૬ માં હું પણ છું,

  5. હરીશ દાસાણી.મુંબઈ says:

    તારીખીયું સમયનું છડીદાર. ઇતિહાસ તારીખોને સાચવે છે. પણ એ પોતે કેટલો નિર્મમ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: