આ કવિ છે !
અમેરિકાએ અવકાશમાં જ્યારે પહેલી વાર રોકેટ છોડ્યું ત્યારે વિશ્વ સ્તબ્ધ બની ગયેલું. અમેરિકનોએ તાળીઓ પાડેલી પણ…..
કવિ રોબર્ટ ફ્રોસ્ટે ચીસ પાડી હતી – “what are you doing with my sky ? – મારા આકાશ સાથે તમે છેડછાડ કાં કરો ?”
www.kavyavishva.com
🌹31 જાન્યુઆરી અંક 3-767🌹
રાતના જે બાળી દીધી લાગણી ; રાખ પાસે તાપવા બેઠો હવે. ~ ઉમેશ કવિ
મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર ~ *મકરન્દ દવે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ; જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો. ~ *પ્રભુલાલ દ્વિવેદી
‘કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
કવિ સંવેદનશીલ હોય છે અને ખરેખર કુદરતી સંપદા સાથે ની માનનવીય છેડછાડ અેક દિવસ સર્વનાશ નોતરશે તેમા કોઈ શંકાને સ્થાન નથી આભાર લતાબેન
ચીસ…!!! વાહ….મમત્વની ચરમ સીમા….”Reverence for all creations of the Universe…” વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન “આ” અને “માત્ર આ જ” નથી શું….??? !!! આના કરતા વધુ હૃદયસ્પર્શી અભિવ્યક્તિ શું હોઈ શકે…..???
કવિ રોબર્ટ ફ્રોસ્ટની ચીસ, એ ચીસા-ચીસ કરતી ભાવિ માનવ-પેઢીનાં ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે….અને, ચેતવણી રૂપ પણ….!!!
અદ્ભૂત…..

કવિનો આત્મા પરમ તત્વ સાથે જોડાયેલો હોય છે… તે પ્રકૃતિ પ્રેમી હોય છે… તેનું હૃદય ઋજુ હોય છે…! તેની ચીસ ગગનભેદી હોય છે…!