Maya Angelou ~They went home * અનુ. લતા હિરાણી * Lata Hirani

They went home- Maya Angelou

They went home and told their wives

That never once in all their lives

Had they known a girl like me

But…. They went home…

They said my house was licking clean

No word I spoke was ever mean

I had an air of mystery

But…. They went home….

My praises were on men’s lips

They liked my smile, my wit, my hips

They’d spend one night, or two or three.

But…… –  Maya Angelou

*****

માયા એંજેલૂ – તેઓ તો ગયાં….

તેઓ તો ગયાં……. ઘરે !  

કહ્યું એમની સ્ત્રીને,

નથી ભાળી આ જન્મારે !

આ તે કેવી છોકરી, અરે !

પણ…..

તેઓ તો ગયાં……. ઘરે !  

બોલ્યાં એ, ઘર એનું સાફ, ચોખ્ખું ચણાક !

મેં નથી કહ્યું, આવું કાંઇ પણ જરાક

રામ જાણે, મારા માટે કેવી વાતો કરે !                  

પણ…..

તેઓ તો ગયાં……. ઘરે !  

એ કરે મારી વાતો, મારી વડાઈ

એને ગમે મારું હાસ્ય, મારી ચતુરાઈ 

મારી મસ્ત કાયા, એના મનને હરે             

રહ્યા રાતો બે-ચાર, મારા બિસ્તરે

પણ….

તેઓ તો ગયાં……. ઘરે !  

ગુજરાતીમાં ભાવાનુવાદ – લતા હિરાણી

OP 22.6.21

*****

*****

પ્રફુલ્લ પંડ્યા.

27-06-2021

તેઓ તો ગયા..ઘરે !
માયા એન્જેલૂના કાવ્યનો ખૂબ સ-રસ અનુવાદ!
કાવ્ય પણ રસીલું અને સુંદર !
લતાબેને સુંદર અનુવાદ કર્યો છે.હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

23-06-2021

ખૂબ સરસ ભાવાનુવાદ.

સુરેશ જાની

22-06-2021

Her life story is very inspiring too.

છબીલભાઈ ત્રિવેદી

22-06-2021

આપે કરેલો માયા અેંજલુ ના કાવ્ય નોઅનુવાદ ખુબજ ઉમદા ખુબ સરસ, આજનુ સરલાજી નુ કાવ્ય હેઠો ઉતર વાંચતા અમારા ગ્રામ્ય જીવન નો ખાસ શબ્દ હેઠો બેસ યાદ આવી ગયો નિચે બેસવુ અને હેઠા બેસવુ બન્ને શબ્દભાષાકિય અર્થ અેકજ છે પણ કહેવાનો ભાવ અલગ છે આજતો આપણી ગુજરાતી ભાષા ની મજા છે આભાર લતાબેન

રેખાબેન ભટ્ટ

22-06-2021

લતાબેન, માયા એંજલુની કવિતાનો સુંદર અનુવાદ. અલગ જ પ્રકારની કવિતાઓ માણવા મળે છે અહીં. આભાર અને અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: