વિનોદ જોશી ~ કારેલું * Vinod Joshi

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

~ વિનોદ જોષી

કેવાં કેવાં પ્રતીકો લઈને આવે છે આ કવિ ! ટચલી આંગળીએ દખ આંજતી નાયિકા વિરહમાં આકળવિકળ થઈ ગઈ છે…

લોકગીતના લહેકાઓ આંજી કવિ ગીતને ભાવકની અડખે-પડખે ને ભીતર સુધી ભંડારી દે છે… આ હિલ્લોળ નાયિકા સાથે સંધાન સાધી દે છે….

*****

2 Responses

  1. જૂનું એટલું સોનું….

  2. કવિ એ કારેલું સમ પ્રાસમાં વઘારેલું, ધારેલું, વારેલું, હારેલું, સારેલું, શણગારેલું, ભારેલું, ભંડારેલું, શબ્દોનો લય ગીતને સંગીતમય બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: