Amruta Pritam * ખેવના દેસાઇ

Virgin

When I entered your bridal chamber
I was not one but two persons.
One’s marriage had consummated and complete
the other had remained a chaste virgin.
To fulfill our union
I had to kill the virgin.
And kill her, I did.
Such murders are sanctioned by the law
Only the humiliation accompanying them is illegal.
So I drank the poison of humiliation.
Came the dawn and
I saw the dawn
and I saw the blood on my hands.
I washed them
Just as I washed off the odors on my body.
But when I saw myself in my mirror,
there she was before me;
The same one I thought I had
murdered during the night.
Oh, God!
Was the bridal chamber so dark that I could not tell
the one I had slain
from the one I did, in fact, kill?

Original Punjabi by Amrita Pritam
English Translation by Khushwant Singh

કુંવારી 

આવી નવોઢા થઈ ફૂલોની સેજે
ત્યાં નહોતી હું એકલી, પણ હતાં બે જણ
એક હતી પરણેતર, મ્હોરેલી-કોળેલી
ને બીજી કુંવારી સાવ કાચી ને કચ

પરણ્યાને સોંપી દઈ, દેવાને સાબિતી
કરવા કૌમાર્યના લીરા
આપણાં એ ઐક્યને ખાતર જ મેં ય કર્યા
પેલી કુંવારીના ચીરા

આવા તો ખૂન બધા માફ જ કર્યા છે
પેલી મોટી અદાલતને બારણે
ભેગું મળ્યું છે જે ઝેર અપમાનનું
એને ના કોઈ ગણે આંગણે

ઘૂંટડે ઘૂંટડે મેં તો પીધું હળાહળને
દીઠું ત્યાં ઊગ્યું પ્રભાત
ઉગતા પ્રભાતને અજવાળે દીઠાં મેં
લોહીમાં ખરડાયેલા હાથ

ધોઈ નાખ્યાં હાથ બધાં લથબથ હતાં
જેમ ધોઈ નાખી તનથી બધી ગંધ
જોઈ જ્યાં જાત મેં તો સામે અરીસામાં
પળભર તો હૃદય પડ્યું બંધ

જોઈ મેં પેલીને પાછી અરીસામાં
કીધા હતા ને જેના ચીરા
ઓ માડી રે! હતું કેવું ઓરડે અંધારું
કોના કરવાના, કોના થયા લીરા?.

ગુજરાતી અનુવાદ : ખેવના દેસાઇ

(ખુશવંતસિંહના અંગ્રેજી અનુવાદ પરથી)   

OP 20.10.20

*****

છબીલભાઈ ત્રિવેદી

07-09-2021

અમ્રુતાજી ના કાવ્યનો ખેવના દેસાઈ દ્વારા કરવામાં આવેલો અનુવાદ ખુબજ ઉમદા રહયો ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Urvi panchal

22-10-2020

very nice..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: