ભાગ્યેશ જહા ~ હળવેથી રોજ * Bhagyesh Jaha

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ભીના અજવાળાને ઓરડામાં રાખીએ તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે, તો જાગેલા દીવાથી કાંપે,
દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો, હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ધારો કે ફૂલ નામે ઊગે સરનામું અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું ને સૂકવેલી લાગણીઓ કોરી,
ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં, હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?

ભાગ્યેશ જહા

જ્યાં તરસનો જ વરસાદ હોય ત્યાં કોરાપણાનો પ્રવેશ અશક્ય. આવવાનું ચાહે તડકો થઈને, સુવાસ થઈને, દીવો થઈને કે સમણું થઈને….. હોવાનું તો ધોધમાર…. 

સાંભળો આ ગીત ડો. ફાલ્ગુની શશાંકના મધુર કંઠે…

24.12.20

કાવ્ય : ભાગ્યેશ જહા સ્વરાંકન અને સ્વર : ડો. ફાલ્ગુની શશાંક

Purushottam Mevads, Saaj

13-04-2021

આજના બંને આદરણીય કવિઓ શ્રી ભાગ્યશ ઝા અને મણિલાલ પટેલ સાહેબની રચનાઓ માણી આનંદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: