ઉદયન ઠક્કર ~ એક છોકરો * Udayan Thakkar

એક છોકરો સોડા જેવો વ્હીસ્કી જેવી છોરી,
વ્હીસ્કી જેવી છોરી રે !

સોડાનું ભવિતવ્ય આખરે વ્હીસ્કીઓમાં ભળવું જી
તે અગાઉ જોકે, બોટલમાં પુરાઈને ખળભળવું જી
માટે વાચક સોડાજી ! તમે ધીરજ રાખો થોરી…
વ્હીસ્કી જેવી છોરી રે !

છોરી મળતાં આંખો ચોળી સિગ્નલ લીલાં જાગે જી !
ને ઘટનાઓ કલાકના નેવુંની ઝડપે ભાગે જી !
એક છોકરો ગલી મટી જઇ બને હાઇવે ધોરી, બને હાઇવે ધોરી રે !
વ્હીસ્કી જેવી છોરી રે !
ધ્યાનાકર્ષક નોટિસ માફક પસાર થઈ ગઈ ગોરી !
પસાર થઈ ગઈ ગોરી રે ! 

~ ઉદયન ઠક્કર

પ્રેમનો, મૈત્રીનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે. આમ તો પ્રેમ-મૈત્રી એ આ બારમાસી ત્રણસો ને પાંસઠ દિવસની ઉજવણી. જ્યાં આ સંબંધ ઊંડો છે, ત્યાં આવા કોઈ દિવસોની જરૂર હોતી નથી. પણ કોઈ ચોક્કસ દિવસે આવી  ઉજવણીઓ સંબંધોને રીફ્રેશ કરી જાય છે એમાં ના નહીં. ‘હું તને પ્રેમ કરું છું’ કે I Love you  ફરી ફરી સાંભળવા ગમે એવા શબ્દો છે. ‘લયલા મજનુ’ ઊગતા ને ઉમંગે ઉછળતા હૃદયોનું સ્વપ્ન છે.

આજના દિવસે એક અલ્લડ કવિતા જે યૌવનને આભે ઉડાડે જી રે…. અને વયસ્કોય વાયરે વહેશે જી રે…

14.2.21

Purushottam Mevada , Saaj

13-04-2021

કવિ શ્રી મકરંદ દવેની આસ્વાદમય કવિતા, ઉદયન, ઠક્કર ની સામ્પ્રત રચના, અને કવિયત્રી રાધિકા પટેલની સ્ત્રીઓજ સમજી/લખી શકે એ કાવ્ય ખૂબ ગમ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: