પ્રિયકાંત મણીયાર ~ આ નભ * Priyakant Maniyar

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. આ નભ…

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે… આ નભ  

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે…. આ નભ  – પ્રિયકાન્ત મણિયાર 

કવિ પ્રિયકાંત મણિયાર (જન્મ : 24.1.1927 અવસાન: 25.6.1976)નું આ અમર ગીત  આજે માણીએ. 

સંગીત : અજિત શેઠ * સ્વર : નિરુપમા શેઠ અને વૃંદ

સાભાર : યૂનિવર્સલ મ્યુઝિક ગ્રૂપ    

25.6.21

કાવ્ય : પ્રિયકાંત મણીયાર – આ નભ * સંગીત : અજિત શેઠ * સ્વર : નિરુપમા શેઠ અને વૃંદ

****

આભાર આપનો

26-06-2021

શ્રી સુરેશભાઇ, ‘કાવ્યવિશ્વ’માં આટલો ઊંડો રસ લઈ સૂચનો કરવા બદલ આપની ખૂબ આભારી છું. શક્ય એટલો અમલ કરવા જરૂર પ્રયત્ન કરીશ.

શ્રી છબીલભાઈ અને ડો. મેવાડાજી આપ ‘કાવ્યવિશ્વ’ને નિયમિત વધાવતા રહો છો એનો ખૂબ ખૂબ આનંદ છે.

ડો. કેશુભાઈ દેસાઇ, શ્રી સ્નેહલ નિમાવત, શ્રી નેહા સોલંકી, ડો. પ્રણવ ઠાકર, શ્રી સિકંદર મુલતાની અને શ્રી વારિજ લુહાર, મારા કામને બિરદાવવા બદલ ખૂબ આભારી છું. મુલાકાત લેતા રહેજોને પ્રતિભાવ આપતા રહેજો.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોની આભારી છું.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

25-06-2021

કવિ શ્રી પ્રિયકાન્તનું આગીત જેટલું સુંદર છે એટલું જ એનું સુંદર સ્વરાંકન અને ગાયકી છે. અમે ઘણીવાર સત્સંગ માં ગાતાં હતાં.

Suresh Patel

25-06-2021

આદરણીય લતાબેન,
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન.
મને લાગે છે કે જેમ world Encyclopedia હોય છે કે ભગવદ્દ ગોમંડલ જેવો ગુજરાતી ભાષામાં વિશ્વકોષ હોય છે, એમ જ ગુજરાતી કવિતાનો એન્સાયક્લોપીડિયા આપ તૈયાર કરી રહ્યા છો.
કેટલું બધુ સરસ કલેક્શન છે અને એની રજૂઆત પણ અદભૂત છે !
આપને ખૂબ ખૂબ અભિનંદન.
આવનારા દિવસોમાં કોઈને પણ ગુજરાતી કવિતામાં કંઇ પણ શોધવું હોય તો કાવ્યવિશ્વમાંથી મળી રહેશે એટલો અદભૂત ખજાનો ભેગો થયો છે. આ એક e-સંદર્ભ ગ્રંથ બનશે, એ નક્કી જ છે.
Information Technology મારું નિપુણતાનું ક્ષેત્ર નથી, પણ હું એવી વિનંતી કરું કે આપ જેની પાસે પણ આ data entry નું કે website management નું કામ કરાવતા હોય એને એટલું જરૂર કહેજો કે : કોઈ વ્યક્તિ કાવ્યવિશ્વની મુલાકાત લે અને પછી ત્યાં search કરવા ઈચ્છે તો એને search ના જુદા જુદા options મળે; જેમ કે કવિનું નામ, કવિતાની પંક્તિ…… જેના પરથી આખી કવિતા મળી જાય. અને બીજું આપ જે video clips મુકો છો, તેનો audio ડાઉનલોડેબલ નથી હોતો. એટલે કાવ્યવિશ્વમાં જઈને માત્ર ત્યાં જ સાંભળી શકાય છે.
જો હવે એ download થઈ શકે તો મારાં જેવા એને પોતાના મોબાઇલમાં સ્ટોર કરીને એનો આનંદ ઈચ્છે ત્યારે લઈ શકે અને અન્ય ને પણ આનંદ માં સહભાગી બનાવી શકે. આ આખી પ્રવૃત્તિ નોનકોમર્શિયલ છે, એટલે ડાઉનલોડ કરવું એ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. ડાઉનલોડ કરીને વેચવા મૂકીએ તો જ પ્રોબ્લેમ થાય અને એ માત્ર વેચનારને જ થાય.
એટલે જો થઈ શકતું હોય તો આ બે કામ કરવા જેવાં છે.

મેં અપેક્ષા તો રાખી છે, પણ એકલે હાથે આપ એટલું બધું કરો છો કે મારી અપેક્ષા ન સંતોષાય તો ય અફસોસ નથી !
પુનઃ ધન્યવાદ. નમસ્કાર.
સુરેશ પટેલ
ગાંધીનગર.

Dr.Pranav Thaker

25-06-2021

ખુબ ખુબ અભિનંદન
લતાબેન હિરાણી ને… કાવ્યવિશ્વ ખુબ આગળ વધે તેવી શભેચ્છાઓ.

Neha Bhavesh Solanki

25-06-2021

૨૫૦ દિવસો ની આ સુંદર યાત્રા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ યાત્રા આમજ વરસો વરસ ચાલતી રહે અને લોકો એની સુવાસ ને માણતા રહે એ જ પ્રભુ પ્રાર્થના. ❤️❤️?????

સિકંદર મુલતાની

25-06-2021

‘કાવ્યવિશ્વ’ ના ૨૫૧માં દિવસના મંગળપ્રવેશ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.. સુકામનાઓ??

Varij Luhar

25-06-2021

કાવ્ય વિશ્વ ને ૨૫૧ માં દિવસે ખૂબ ખૂબ અભિનંદન..આજે આદરણીય કવિશ્રી પ્રિયંકત મણિયાર નું અવિસ્મરણીય કાવ્ય માણવા મળ્યું તેનો
આનંદ

સ્નેહલ નિમાવત

25-06-2021

ખૂબ ખૂબ અભિનંદન.આપની સાહિત્ય પ્રત્યેની લાગણી અને મહેનત આપને ફળી છે..ખૂબ સરસ વેબસાઈટ જે કવિતાના દરેક પહેલુને આવરી લે છે..આ વેબસાઈટ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા..?

ડો. કેશુભાઈ દેસાઇ

25-06-2021

અભિનંદન..આ શબ્દ બ્રહ્મની ઉપાસના છે.

છબીલભાઈ ત્રિવેદી

25-06-2021

આજના કાવ્યવિશ્ર્વ ની રચના કવિ શ્રી પ્રિયકાંત મણીયાર સાહેબ ની ખુબજ જાણીતી રચના ખુબ સરસ કાવ્ય, આજે251ના શુભ અંકે કાવ્યવિશ્ર્વ સફળતા અનેલોકપ્રિય રીતે પહોચી ગયુ તેબદલ આપની મહેનત અનેલગન ને સલામ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: